Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પોલીસ અધિકારી માટે ગરોળી યમદુત બનીઃ ભગાડવા જતા બીજા માળેથી પટકાયાઃ થઇ ગયું મૃત્યુ

ઝાડુ લઇને ગરોળી ભગાડવા જતાં મળ્યું મોત

Alternative text - include a link to the PDF!

વિજયવાડાઃ કહેવાય છે કે મૃત્યુની કોઈ તારીખ કે સ્થળ નક્કી નથી હોતા, એક સામાન્ય ભૂલ કે પરિસ્થિતિ બદલાવાના કારણે વ્યકિતનું મૃત્યું થઈ જતું હોય છે. એક આવો જ વિચિત્ર અકસ્માત બન્યો છે, જેમાં એક ગરોળી પોલીસકર્મીના મોતનું કારણ બની છે. આંધ્રપ્રદેશના ગુન્ટુર જિલ્લામાં રવિવારે આ ઘટના બની હતી જેમાં પોલીસકર્મીનું બીજા માળેથી પટકાવાના કારણે મૃત્યું થઈ ગયું છે. રવીવારે બનેલી આ પોલીસ અધિકારીના મૃત્યુની દ્યટનાને લઈને અનેક તર્ક વિતર્ક શરુ શરુ થયા હતા જેનો આખરે અંત આવ્યો છે.

શેષા રાવ નામના પોલીસ અધિકારી માટે ગરોળી યમદૂત બનીને આવી હતી. શેષા પોતાના નવા પોસ્ટિંગ માટે રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રે ૭:૩૦ વાગ્યે આ ઘટના બની છે.

પોલીસે જણાવ્યું કે, શેષા રાવ બાલકનીના ભાગે દેખાતી ગરોળીને ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા. તેઓ ગરોળીનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ ના રહ્યો કે તેઓની પાછળ દિવાલ નથી અને તેઓ ત્યાંથી નીચે પડી ગયા હતા. બીજા માળેથી નીચે પડવાના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી.

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે પોતાના પરિવારના સભ્ય સાથે ઘરે પહોંચે છે ત્યારે તેમને ગરોળી દેખાય છે અને તેઓ ઝાડુ લઈને તેને મારવા માટે જાય છે. આ દરમિયાન તેઓ સીડીમાં ઉભા હતા અને અચાનક ત્યાંથી તેઓ નીચે પડી જાય છે. આ દ્યટનાનો વીડિયો લોકોને વિચારતા કરી રહ્યો છે, કે એક નાની ગરોળીને ભગાડવા જતા ગરોળી જ પોલીસ અધિકારી માટે યમદૂત બની ગઈ હતી.

સર્કલ ઈન્સ્પેકટર શેષા રાવને બીજા માળેથી પટકાયા બાદ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે, તેમના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યું થઈ ગયું હતું.

જયારે આ ઘટના બની ત્યાર તેમના પરિવારના સભ્યોને આશ્યર્ય થયું હતું કે આવું બન્યું કઈ રીતે? આ દરમિયાન ઘટનાની તપાસ કરી રહેલી ટીમે CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે આખી ઘટના સ્પષ્ટ થઈ ગઈ. જેમાં દેખાય છે કે ઈન્સ્પેકટર ઝાડુ લઈને ગરોળીને મારવા જતા હતા અને તેનો પીછો કરતી વખતે અચાનક બીજા માળેથી પટકાયા હતા. પોલીસે આ ઘટનામાં CrPCના ૧૭૪ કલમ (Unnatural Death) હેઠળ ફરિયાદ નોંધી છે.

(11:39 am IST)