Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

'મેડ ઇન ઇન્ડીયા' વેકસીનનાં સહારે કોરોનાને હરાવશે પાકિસ્તાન

મુશ્કેલીના સમયમાં ભારત જ કામમાં આવ્યુ : પાકિસ્તાનને આ મહિને જ મળશે ભારતીય વેકસીન : ભારત સાડા ચાર કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટીટ્યુટની 'કોવિશિલ્ડ'ના આપશે તે પણ વિનામૂલ્યે

નવી દિલ્હી,તા. ૧૦: ભારતે પાકિસ્તાનને કોરોના વેકસીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને ૪૫ મિલિયન (સાડા ચાર કરોડ) ડોઝ ગાવી કરાર અંતર્ગત મળશે.પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યૂટની વૈકસીન કોવિશીલ્ડ આપવામાં આવશે. પાડોશી દેશ પાકિસ્તાનને વેકસીન કરાર મુજબ આપવામાં આવશે, જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર ૨૦૨૦માં કરાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેકસીન કોવિશીલ્ડ આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઇએ તો, ભારતની કોવિડ રસી કોવિશિલ્ડ પાકિસ્તાનમાં મોકલવામાં આવશે.ભારત અન્ય દેશોની માફકમાં ત્યાં પણ રસી મોકલશે. પાકિસ્તાનને જીએવીઆઈ રસી કરાર અંતર્ગત ભારતમાં નિર્મિત રસીના સાડા ચાર કરોડ ડોઝ આપવામાં આવશે.

માર્ચના અંત સુધીમાં લગભગ ૧.૬ કરોડ કોરોના વૈકસીનના ડોઝ પાકિસ્તાનમાં પહોંચી જશે અને સાડા કરોડનો ડોઝ જૂન સુધીમાં પાકિસ્તાનમાં પહોંચી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યુટની વૈકિસન કોવિશીલ્ડ આપવામાં આવશે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાઝાએ પીએસીને જણાવ્યુ હતું કે, દેશને ભારતમાં બનાવેલી કોરોના વૈકસીન આ મહિને મળી જશે. ખ્વાઝાએ કહ્યુ હતું કે, અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં ૨૭.૫ મિલિયન લોકોને કોરોના વૈકસીન આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકો સામેલ છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર વેકિસન, સિનોફ્રામ (ચીન) , ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકા (બ્રિટેન), સ્પુટનિક-વી (રશિયા) અને કેન્સિનો બાયો (ચીન) નું રજિસ્ટ્રેશન કર્યું છે.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા ૫૯૩,૪૫૩ થઈ ગઈ છે. ત્યારે આ મહામારીના કારણે અત્યાર સુધીમાં ૧૩,૨૮૧ લોકોના મોત પણ થાય છે. જયારે ૫૬૩,૮૨૩ દર્દીઓ આ વાયરસથી અત્યાર સુધીમાં સાજા થઈ ગયા છે.

છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાઈ જોવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાને ૨૫ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરના તમામ યુદ્ઘવિરામ કરારનું કડક પાલન કરવા માટે સહમત છે.

(10:36 am IST)