Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

હું ષડયંત્રનો શિકાર બન્યોઃ જારકી હોલી

કર્ણાટક સીડી કૌભાંડઃ પૂર્વ મંત્રીનો ધડાકોઃ ફસાવવા માટે મહિલાને મળ્યા પ કરોડઃ મોટા માથાનો હાથ

એક મુખ્ય નેતા આ ષડયંત્રમાં સામેલ છેઃ ઉચ્ચ નેતા અને અન્યની જાણકારી આપવી ઉતાવળ ગણાશે

બેંગ્લોર, તા.૧૦: કર્ણાટક સરકારમાં મંત્રી રહેલા રમેશ જારકીહોલીએ દાવો કર્યો છે કે તેમને સેકસ સીડી મામલામાં ફસાવવામાં આવ્યો છે. રમેશનો દાવો છે કે રાજયના મહાનાયક(શીર્ષ નેતા)એ તેમને ફસાવ્યા અને જે મહિલા સીડીમાં દેખાય છે તેને આ કામ માટે ૫ કરોડ રુપિયા આપ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જારકીહોલીએ દાવો કર્યો કે તેમના રાજનીતિક કરિયરને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમના પરિવારને વિવાદમાં લાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ભાજપ નેતાએ કહ્યુ કે એક મુખ્ય નેતા આ ષડયંત્રમાં સામેલ છે. મને અપમાનિત કરનારાઓને જેલ મોકલાવી ન દઉં ત્યાં સુધી હું ચૈનથી નહીં બેસુ. આની પાછળ તે શોપીસ છે અને અસલી રાજનીતિક તાકાત નથી. તેને સરળતાથી હરાવી શકાય છે. 

રમેશે દાવો કર્યો કે ષડયંત્ર રચનારા લોકો બેંગલુરુ વિસ્તારના હતા.  ન કે તેમના ગૃહ ક્ષેત્ર બેલગાવીના. તેમણે કહ્યુ છે કે મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરવાને લઈને તમામ માહિતી ભેગી કરી રહ્યો છું. આ રાજનીતિક ઈરાદાથી નહીં પણ રાજનીકિત જીવનને ખતમ કરવા માટે ખાનગી સ્તર પર કરવામાં આવ્યું છે. પૂર્વ રાજય જળ સંસાધન મંત્રીએ કહ્યુ કે ઉચ્ચ નેતા અને અન્યની જાણકારી આપવી ઉતાવળ ગણાશે.

કર્ણાટકમાં યેદિયુરપ્પાની આગેવાનીમાં ફરી ભાજપની સરકાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા નેતા જારકીહોલીએ દાવો કર્યો છે કે આ ષડયંત્રમાં શામેલ મુખ્ય નેતા બેંગ્લુરુ વિસ્તારના છે નહીં કે કર્ણાટકથી.

રમેશે કહ્યું કે યશવંતપુર અને ઉત્તરી બેંગ્લુરુના ઓરિયન મોલ વિસ્તારમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મહિલાને ૫ કરોડ રુપયા આપ્યા છે. તેણે વિદેશમાં એક અપાર્ટમેન્ટ આપવામાં આવ્યો છે. અમે તમામ જાણકારી ભેગી કરી રહ્યા છીએ. રમેશે દાવો કર્યો કે લગભગ ૪ મહિના પહેલા એક સેકસ સીડી વિશે તેમને સતર્ક કરવામાં આવ્યા હતા.  પરંતુ તેમણે તેને ફગાવી દીધી. તેમનો દાવો હતો કે તેમણે કોઈ ખોટું કામ નથી કર્યુ.

(10:32 am IST)