Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

૧૦૩ વર્ષનાં વૃદ્વાએ કોરોના -રસી લીધી

દેશનાં સૌથી મોટી-વયનાં મહિલા બન્યા

બેંગલુરુ, તા.૧૦ : અહીંની એપોલો હોસ્પિટલે એક અખબારી યાદી બહાર પાડી છે જેમાં જાહેરાત કરી છે કે ૧૦૩-વર્ષનાં એક મહિલાએ કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સાથે તે આ રસી લેનાર દેશનાં સૌથી મોટી ઉંમરનાં મહિલા બન્યાં છે.

કર્ણાટકનાં રહેવાસી જે. કામેશ્વરી નામનાં મહિલાએ ગઈ કાલે બેંગલુરુમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. એપોલો હોસ્પિટલે કહ્યું છે કે કોવિડ-૧૯ રસી વિશે હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર કામેશ્વરી દેશમાં આ રસી લેનાર સૌથી મોટી ઉંમરનાં મહિલા છે. એપોલો હોસ્પિટલે ટ્વીટ કરીને કામેશ્વરીને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપી છે. દરમિયાન, ભારતભરમાં કોરોના રસી લેનારાઓની સંખ્યા અઢી કરોડને પાર કરી ગઈ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાણકારી આપી છે.

(10:31 am IST)