Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઉતરપ્રદેશ ઉન્નાવમાં અશ્લીલ હરકત કરતા પકડાઇ ગઇ એન્ટી રોમિયો સ્કવોડની ઇનચાર્જઃ મહિલાએ કરી પિટાઇ, અલ્કા વર્માએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી

ઉતરપ્રદેશના ઉન્નાવમાં એન્ટી રોમિયો સ્કવોડની ઇનચાર્જ ઉપર અશ્લીલતાનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ એસઆઇ અલ્વા વર્મા જે એન્ટી રોમિયો સ્કવોડ ઇનચાર્જ પણ છે એના પરજ અશ્લીલતાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો દાવો છે કે એમણે એસઆઇ વર્માને રંગે હાથે પકડી છે. મહિલાએ એસઆઇની પિટાઇ પણ કરી.

પીડિત મહિલાનો આરોપ છે કે શુક્રવાર સવારે જયારે તે પોતાના ઘર પહોંચી તો એમણે પોતાના પતિ અને એસઆઇ અલ્કા વર્માને અશ્લીલ હરકત કરતાં રંગેહાથ પકડયા જે પછી મહિલાએ અલ્કા વર્માની પિટાઇ કરી. પીડિત મહિલાએ ઉન્નાવના એસપીને પણ આની ફરિયાદ કરી.

જાણકારી પણ છે કે એસઆઇ અલ્કા વર્માએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે, જો કે પોલીસ મામલાની તપાસમાં લાગેલ છે.

(9:39 pm IST)