Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દેશમાં ખેડૂતો નહીં પણ બેરોજગારોનો સૌથી વધારે આપઘાત

નવી દિલ્હી, તા.૧૦: દેશમાં રોજબરોજ આપદ્યાતના સમાચાર સામે આવ્યા રાખે છે. જેમાં મોટાભાગના ખેડૂતો હોય છે. ખેતી વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં દેવાના બોજ તળે કે પાકના નુકસાનના કારણે આપદ્યાતનું પ્રમાણ વધારે હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. પણ આંકડાઓ જોતા એવું છે નહીં.

દેવાદાર ખેડૂતો કરતાં બેરોજગાર યુવાનો દેશમાં વધુ આપદ્યાત કરતા હોવાનું તારણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ પ્રગટ કર્યું હતું.  બ્યૂરોના રિપોર્ટ મુજબ ૨૦૧૭-૧૮માં ખેડૂતો કરતાં તો બેકાર યુવાનોએ હતાશ થઇને આપઘાત કર્યાના બનાવો વધુ બન્યા હતા.

બ્યૂરોના રિપોર્ટ મુજબ ૨૦૧૮માં બેરોજગારીના પગલે ૧૨ હજાર ૯૩૬ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જયારે આ વર્ષમાં ખેડૂતોના આપદ્યાતનો આંકડો ૧૦ હજાર ૩૪૯નો હતો. બ્યૂરોએ વધુમાં જણવ્યા મુજબ ૨૦૧૮માં થયેલા આપદ્યાતોમાં આગલા વર્ષ કરતાં ૩.૬ ટકા વધુ આપદ્યાત થયા હતા. ૨૦૧૮માં કુલ એક લાખ ૩૫ હજાર ૩૧૬ લોકોએ આપદ્યાત કર્યો હતો. એના આગલા વર્ષે ૨૦૧૭માં બેકારીના પગલે ૧૨ હજાર ૨૪૧ જણે જીવન ટૂંકાવ્યું હતું.

(4:33 pm IST)