Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દુનિયાના સૌથી ઝડપથી વિકસતા ૧૦ શહેરોમાંથી ૩ કેરળના : રેન્કીંગ જાહેર

પ્રથમ ૧૦માં ભારતના બીજા કોઈ શહેર નથી : સુરત ૨૬માં ક્રમે

નવી દિલ્હી : કેરળના ત્રણ શહેરોને વિશ્વના ૧૦ સૌથી ઝડપથી વિકસતા શહેરી વિસ્તારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગ અનુસાર, કેરળના મલપ્પુરમ, કોઝિકોડ અને કોલ્લમ શહેરો આ યાદીમાં જોડાયા છે. આ યાદીમાં ભારતના અન્ય કોઈ શહેરને ટોપ -૧૦ માં સ્થાન મળ્યું નથી.સર્વે અનુસાર, ગયા વર્ષે ૪૪.૧ ટકા ફેરફાર સાથે મલપ્પુરમ સૌથી ઝડપથી વિકસિત શહેર છે, જયારે કોઝિકોડ ૩૪.૫ ટકા ફેરફાર સાથે ચોથા ક્રમે છે. કોલ્લમ ૩૧.૧ ટકા ફેરફાર સાથે દસમા સ્થાને રહ્યો. કેરળનું ત્રિચૂર શહેર ૧૩ માં સ્થાને રહ્યું છે. ૨૦૧૫ અને ૨૦૨૦ ની વચ્ચે, તેમાં ૩૦.૨ ટકાનો ફેરફાર જોવા મળ્યો. ગુજરાતનું સુરત ૨૬.૭ ટકા પરિવર્તન સાથે ૨૬ માં ક્રમે રહ્યુ હતું. તમિલનાડુના તિરૂપુર ૩૦ માં સ્થાને આવ્યા હતા.

(11:31 am IST)