Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમેરિકાના દુશ્મનોને માફ કરીશું નહીં: ટ્રમ્પ

ટ્રમ્પના ઈરાન પર શાબ્દિક પ્રહારઃ ઇસ્લામિક ત્રાસવાદ વિરુદ્ઘ એકશન ચાલુ રાખીશું

નવી દિલ્હી,તા.૧૦: ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવમાં વધારો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ અમેરિકાના દુશ્મનોને માફ નહીં કરે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો હેતુ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો નાશ કરવાનો છે, જેના પર તેઓ કામ કરતાં રહેશે.

હાલ અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા દ્યણા સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકા દ્વારા ઇરાનના જનરલ કમાન્ડરની હત્યા બાદ ઇરાન દ્વારા ઇરાકમાં અમેરિકાના સૈન્ય કેમ્પ પર રોકેટ દ્વારા હુમલા કરતું જોવા મળી રહ્યું છે.

આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજરોજ ટ્વિટ કરી ફરી શાબ્દિક પ્રહાર કર્યાં છે. જેમાં ટ્રમ્પે કહ્યું છે કે મારા શાસન દરમિયાન અમેરિકાના દુશ્મનોને માફ કરવામાં આવશે નહીં. તેમજ અમેરિકાના કોઇપણ નાગરિકની જીંદગી બચાવવા માટે હું અચકાઇશ નહીં.

આમ ઇરાન સાથે સતત વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ચેતવણી આપી છે. ટ્રમ્પે એક રેલીને સંબોધન કરતાં પોતાના સમર્થકો સામે મોટુ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના દુશ્મનો વિરુધ્ધ કોઇપણ એકશન લેવામાં કોઇપણ પ્રકારની ખચકાટ નહીં કરીએ.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અત્યાર સુધી આપણે બીજા દેશોને બચાવતા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે પોતાના દેશને ઉભો કરવો.

(11:20 am IST)