Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દુબઇ ફરવા ગયેલા ભારતના વેપારીનું મૃત્યુ

દુબઇઃ દુબઇ ફરવા ગયેલા ભારતીય વેપારી ૬૧ વર્ષીય નેમચંદ જૈનનું મૃત્યુ થયુ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પંજાબના વતની શ્રી નેમચંદ તથા તેમના પત્ની સુશ્રી રોઝી પ્રથમ વખત વિદેશ પ્રવાસે ગયા હતા. જૈન સમુદાયના  ૧૮ પર્યટકો સાથે ફરવા ગયેલા આ દંપતિ જે હોટલમાં ઉતર્યા હતા તેના સ્વિમીંગ પુલમાં ન હાવા પડયા પછી શ્રી નેમચંદને બેચેની જણાતા તેમના પત્ની તેઓને આરામ કરવા તથા ચા પીવા રૃમ ઉપર લઇ જતા હતા ત્યારે પગથિયા ચડતી વખતે બેહોશ થઇ ગયા બાદ મૃત્યુ નિપજ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)