Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આચાર્ય ધર્મબંધુજીએ જનરલ રાવતના આકસ્મિક નિધન અંગે શોક દર્શાવ્યોઃ દુર્ઘટના અંગે કેટલીક શંકા-કુશંકાઓ વ્યકત કરી

૨૦૧૫થી હું અને જનરલ રાવત અંગત મિત્રો હતાઃ ઉષ્માભર્યા અને આત્મીય સંબંધો હતાઃ ધર્મબંધુજી

રાજકોટ, તા. ૯ :. જાણીતા તત્વચિંતક અને જ્ઞાની એવા ધર્મબંધુજીએ સીડીએસ જનરલ રાવતના નિધનના સમાચાર જાણી અત્યંત દુઃખની લાગણી વ્યકત કરી છે. તેમણે પોતાના વોટસએપ સોશ્યલ મીડીયા ઉપરથી ૩ સંદેશાઓ જારી કર્યા છે. જેમાં તેઓએ અશ્રુભીની શ્રધ્ધાંજલી આપી છે એટલુ નહી દુર્ઘટના અંગે કેટલીક શંકા-કુશંકાઓ પણ વ્યકત કરી છે. જે નીચે મુજબ છે.

જનરલ રાવતના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું

૨૦૧૫થી અમે બહુ અંગત મિત્રો હતા અને અમારી વચ્ચે ઉષ્માભર્યા અને આત્મીય સંબંધો હતો. તેમનો પ્રેમ અને સહકાર મને કાયમ મળતો રહ્યો હતો.

તેઓ બહુ બેલેન્સ્ક વ્યકિત હતા અને તેમની બુદ્ધિમત્તા અને ખંત માટે આખા દેશમાં તેમના માટે માન હતુ.

ભગવાન તેમના પરિવાર - પ્રિયજનોને આ ના પુરી શકાય તેવી ખોટ સહન કરવાની શકિત આપે. દેશ તેમના કાર્યને સદા યાદ રાખશે.

હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું.

હેલીકોપ્ટર દુર્ઘટનાથી કોને ફાયદો ?

જનરલ રાવત હાલની ચીન સાથેની ઘટનાઓમાં મહત્વની વ્યકિત હતા.

હવામાનમાં ફેરફાર કરવાની ચાઇનીઝ શકિત જાણીતી છે

ચીન પાસે બંગાળના અખાત અને દક્ષિણ ભારતના હવામાનની માહિતી તેની વિવિધ શાખાઓ દ્વારા મળતી હોય છે

હેલીકોપ્ટર ટવીન એન્જીનવાળું એરક્રાફટ હતું જેના ફેઇલ થવાના ચાન્સ બહુ ઓછા હોય છે.

ચાલી રહેલા પ્રોજેકટો પર ધ્યાન આપવા તેમની જગ્યાએ કોણ નિમાશે તે નક્કી કરવામાં થોડો સમય લાગશે.

ચીને થોડા સમય પહેલા દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન સબમરીનને ડેમેજ કરી હતી.

રશિયાના પ્રમુખે હમણાં જ ભારતની મુલાકાત લીધી હતી.

પ્રશ્નો ઘણાં બધા છે પણ વધુ કંઇ કહેવા માટે આપણે ઓફીશ્યલ કોર્ટ ઓફ ઇન્કવાયરીની રાહ જોવી પડશે.

ધ્યાનમાં લેવા જેવી બે બાબતો

(૧) જનરલ રાવતને બહાર કઢાયા ત્યારે જીવીત હતા અને તેમનું મોત હોસ્પીટલે લઈ જતી વખતે થયું હતું.

(૨) ગામવાસીઓએ મોટો ધડાકો સાંભળ્યો હતો અને ત્યાર પછી આગમાં ઘેરાયેલુ હેલીકોપ્ટર જોયુ હતુ. મોટા ભાગે તેને એકસ્પ્લોઝીવ બ્લાસ્ટ કરાયુ હોય શકે, આમા કોઈ કાવતરૂ પણ હોઈ શકે.

શંકા ઉપજાવે તેવી ઘણી બાબતો છે જે નરી આંખે નથી દેખાઈ શકતી. હેલીકોપ્ટર આકાશમાં જ આગમાં લપેટાયુ હતુ. કોઈ જોખમ કે મીકેનીકલ ફેઈલ્યોરમાં મોટા ધડાકા સાથે આટલી ઝડપથી આગના લાગે.

(3:57 pm IST)