Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નાગરિકતા સંશોધન બિલમાં શિયા સમુદાયને પણ સામેલ કરોઃ અમિત શાહને શિયા વકફ બોર્ડના અધ્‍યક્ષની ટકોર

ઉતરપ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્‍યક્ષ વસિમ રિઝવીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી નાગરીકતા સંશોધન વિધેયકમાં શિયા સમુદાયને પણ સામેલ કરવાનો અનુરોધ કર્યો છે.

એમણે લખ્‍યું શિયા સમાજનું શોષણ ૧૪૦૦ વર્ષોથી સતત મુસ્‍લિમ બહુસંખ્‍યક સુન્ની સમાજ દ્વારા આખી દુનિયામાં કરવામાં આવી રહ્યું છે અને આજે પણ થઇ રહ્યું છે.

(11:05 pm IST)