Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ટેક્સ ચોરીના મામલે યુપીની આવાસ વિકાસ પરિષદને ઈન્કમટૅક્સની 250 કરોડની નોટિસ : બેન્ક ખાતું સીઝ

આઇટી દ્વારા આવાસ વિકાસ વિરૂદ્ધની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

નવી દિલ્હી : ટેક્સ ચોરીના મામલે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશ આવાસ વિકાસ પરીષદને 250 કરોડની નોટિસ મોકલાવી છે. આ સાથે જ આવાસ વિકાસનું બેંક ખાતું પણ સીઝ કરી દેવાયું છે. આઇટી વિભાગની આ કાર્યવાહીથી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે .

  આઇટી દ્વારા આ આવાસ વિકાસ વિરૂદ્ધની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આવાસ વિકાસના બેંક ખાતાઓની આઇટી વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં કેટલાક ગોટાળા મળી આવતા આવાસ વિકાસના બેંક ખાતા સીઝ કરી દેવાયા. આઇટી વિભાગના આ ગોટાળામાં ઘણા અધિકારીઓ સામેલ હોવાના પુરાવા મળ્યા છે. જેથી આગામી દિવસોમાં કેટલાક અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવી શકે છે.

(10:25 pm IST)