Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

" બુલંદ હોસલા " :મલેશિયામાં યોજાયેલી એથ્લેટિક ચેમ્પિયન્શિપ સ્પર્ધામાં ભારતની 103 વર્ષીય મહિલા માન કૌરએ 4 ગોલ્ડ મેડલ જીત્યા : મહિલાના 82 વર્ષીય પુત્ર ગુરદેવ સિંહએ 3 મેડલ જીતી લીધા : 35 વર્ષથી વધુ ઉંમરના 29 દેશોના 2500 સ્પર્ધકો વચ્ચે મેદાન માર્યું

પંજાબ : તાજેતરમાં મલેશિયામાં યોજાયેલી એથ્લેટિક  ચેમ્પિયન્શિપ સ્પર્ધામાં ભારતની 103 વર્ષીય મહિલા માન કૌરએ 4 ગોલ્ડ મેડલ તથા  મહિલાના 82 વર્ષીય પુત્ર ગુરદેવ સિંહએ 3 મેડલ જીતી લઇ બુલંદ હોસલા ધરાવનાર માટે કંઈપણ અશક્ય ન હોવાનું પુરવાર કરી બતાવ્યું છે.આ સ્પર્ધામાં  35 વર્ષથી વધુ ઉંમરના 29 દેશોના 2500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમની વચ્ચે આ માતા પુત્રએ  વચ્ચે મેદાન માર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)