Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જે ઘરમાં આગ લાગી તે એએપી કાર્યકરનું મકાન

મનોજ તિવારી દ્વારા આક્ષેપ કરાયો

નવી દિલ્હી, તા.૯ : અનાજમંડી આગ મામલામાં હવે રાજનીતિની શરૃઆત થઇ ચુકી છે. ૪૩ લોકોના મોત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તિવારીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જે ઘરમાં આગ લાગી હતી તેના માલિક કેજરીવાલની પાર્ટી સાથે જોડાયેલા છે. તિવારીએ અન્ય આક્ષેપ કરતા કહ્યું હતું કે, સમગ્ર મામલામાં વળતરની રકમ વધારી દેવામાં આવે તે જરૃરી છે. મનોજ તિવારીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, જે ઘરમાં આગ લાગી હતી તે મકાન માલિક રેહાન છે.

                  રેહાનની ઓળખ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે થઇ છે. એ વિસ્તારના કાઉન્સિલર અને ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીના છે. તિવારીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેના સંરક્ષણમાં આ કામ ચાલી રહ્યું હતું. તિવારીએ કહ્યું હતું કે, ફાયર, લેબર, વિજળી ડિપાર્ટમેન્ટ કેજરીવાલ સરકાર હેઠળ આવે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉઠે છે કે, કોના કહેવા પર વિજળીના આટલા કનેક્શન આ મકાનમાં આપવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ ન હતી.

(8:15 pm IST)