Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજસ્‍થાનના જોડબીડમાં હજારોની સંખ્‍યામાં ગીધ પહોંચ્‍યા

બીકાનેરથી ૧૦ કિલોમીટર દુર જોડબીડ સ્‍થિત ગીધ સંરક્ષણ વિસ્‍તારમાં છેલ્લા ૬ વર્ષોની તુલનામાં વિવિધ પ્રજાતિના ગીધ આ વર્ષે સૌથી વધુ સંખ્‍યામાં પહોંચ્‍યા છે. પક્ષી વિશેષજ્ઞ ડો.બોહરાના જણાવ્‍યા મુજબ આ ક્ષેત્રમાં ઠંડી શરૂ થતા પહેલા કઝાકિસ્‍તાન, ઉઝબેકિસ્‍તાન, પાકિસ્‍તાનના ૩ હજાર યુરેશિયન ગ્રીફન અને નેપાળ, હિમાલયથી આવેલ હિમાલયન ગ્રીફન ૨૦૦થી વધુ છે, જયારે રશિયા, મંગોલીયા અને કઝાકિસ્‍તાના સ્‍ટૈપી ઈગલ અને સ્‍થાનીય ઈજીપ્‍શીયન વલ્‍ચર ૨ હજારથી વધુની સંખ્‍યામાં આવી પહોંચ્‍યા છે. વિશ્વના સૌથી મોટા મંગોલીયાનું સિનેરિયસ વલ્‍ચર ૧૦૦ની સંખ્‍યામાં આ વિસ્‍તારમાં ડેરો જમાવ્‍યો છે. ઉપરાંત અન્‍ય શિકારી પક્ષીઓ પણ જોડબીડના મહેમાન બન્‍યા છે. જેમાં યુરોપીય માંસ હૈરિયર, સૌપેયર ઈગલ, એઈપીરીયલ ઈગલ, એલગર પોલકલ અને બ્‍લેક આઈબીસે પણ આર્કષણ જમાવ્‍યું છે.

(4:25 pm IST)