Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉત્તરપ્રદેશના મંત્રીએ કહ્યું દેશ હિતના હિન્દુઓએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ

આજે હમ દો નહીં, હમ પાંચનો સમય પાકી ગયો છે.

લખનૌ : ઉત્તર પ્રદેશના શ્રમ કલ્યાણ પરિષદ ખાતાના પ્રધાન સુનીલ ભરાલાએ એવી હાકલ કરી હતી કે દેશના હિતમાં દરેક હિન્દુએ ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવા જોઇએ. આજે હમ દો નહીં, હમ પાંચનો સમય પાકી ગયો છે.

  તેમણે કહ્યું કે આજે પરિસ્થિતિ એવી છે કે હમ દો હમારે દોની પરંપરા પણ રહી નથી, હમ દો હમારા એકનો સિલસિલો ચાલ્યો છે. એ દેશના હિતમાં નથી. દરેક હિન્દુએ મિનિમમ ત્રણ બાળકો પેદા કરવા જોઇએ. હમ પાંચનો સમય પાકી ગયો છે.

 શનિવારે ઇદ્રિસપુરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયેલા ભરાલા મિડિયા સાથે વાત કરી રહ્યા હતા, તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે હમ દો હમારે દોની શિખામણ આપવામાં આવી હતી. એ સમયે એ વાત યોગ્ય હતી. આજે એ વાત અયોગ્ય છે. આજે સમય એવો છે કે દરેક હિન્દુએ ઓછામા ઓછાં ત્રણ બાળકો પેદા કરવા જોઇએ.

થયું છે ઊલટું. હમ દો હમારે દોને બદલે આજે હમ દો હમારા એકનો વિચાર લોકપ્રિય છે. પરંતુ એ વિચાર દેશના હિતમાં નથી. દેશહિત વિચારો તો તમારે ત્રણ બાળકો પેદા કરવા જ જોઇએ, આજે હમ પાંચનો જમાનો છે. નહીંતર એક દિવસ હિન્દુઓની વસતિ ઘટી જશે અને બિનહિન્દુઓની વસતિ વધી જશે.

(1:15 pm IST)