Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

માઉન્‍ટ આબુમાં ૨.૪ ડિગ્રી ઠંડી વાહનો પર બરફની છારી જામી

સિઝનમાં પહેલીવાર ઠંડીનો ચમકારો

અમીરગઢ તા ૯  :  શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મીજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધુ હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્‍થળે માઉન્‍ટ આબુનું લઘુત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

ગુજરાત રાજયના બનાસકાંઠાને અડીને આવેલા અને પર્યટકો માટે સ્‍વર્ગ સમાન તેમજ શિયાળાના સમય મિની કાશ્‍મીર તરીકે માનવામાં આવતા ગિરીમથક માઉન્‍ટ આબુમાં વાદળછાયા વાતાવરણના લીધે શનિવારે લઘુતમ તપામાન ૬ ડિગ્રી નોંધાયું હતું. જોકે એક જ રાતમાં ૩.૬ ડિગ્રી તાપમાનમાં ઘટાડા સાથે રવિવારે લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી નોંધાતા પર્યટક સહિત સ્‍થાનિક નગરજનોએ શિયાળાની ગુલાબી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્‍ટ આબુમાં લઘુત્તમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત સોૈથી નીચુ નોંધાતા મુલ્લા મેદાનમાં પાર્ક કરેલા વાહનો સહિત, બાગ બગીચાઓમાં બરફજી છારી બાજી ગઇ હતી. અને લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વષાો સહિત તાપણાનો આશરો લીધો હતો. માઉન્‍ટ આબુમાં આગામી દિવસોમાં કાંતિલ ઠંડીનો ચમકારો અનુભવશે.

(11:24 am IST)