Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સગીર છોકરી સાથે સેક્સ કરનાર તેના બોયફ્રેન્ડને નિર્દોષ જાહેર કર્યો :સેક્સ માટે સંમતિની ઉંમર પર વિચાર કરવા કર્ણાટક હાઇકોર્ટની ટકોર

- આપણે વિચારવું પડશે કે શું હજુ પણ 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની છોકરીઓ સાથે તેમની સંમતિથી સેક્સ કરવું ગુનો છે?હાઇકોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી : 16 વર્ષની સગીર છોકરીઓને પ્રેમ કરવા અને બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. આવી સ્થિતિમાં અમારું માનવું છે કે ‘લો કમિશને’ ફરી એકવાર સેક્સ માટે સંમતિની ઉંમર પર વિચાર કરવો જોઈએ. આપણે વિચારવું પડશે કે શું હજુ પણ 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની છોકરીઓ સાથે તેમની સંમતિથી સેક્સ કરવું ગુનો છે?

5 નવેમ્બરે કર્ણાટક હાઈકોર્ટમાં બે જજની બેન્ચે એક કેસમાં આ વાત કહી. આ ટીપ્પણી સાથે કોર્ટે સગીર છોકરી સાથે સેક્સ કરનાર તેના બોયફ્રેન્ડને નિર્દોષ જાહેર કર્યો હતો.

વર્ષ 2017ની વાત છે. 17 વર્ષની રિયાના (નામ બદલેલ છે) તેના બોયફ્રેન્ડ મુસ્તાક (નામ બદલેલ છે) સાથે ફરાર થઈ ગઈ હતી. બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા અને થોડા દિવસો પછી રિયાના ગર્ભવતી થઈ ગઈ. છોકરીની માતા અને પિતાએ છોકરા વિરુદ્ધ ત્રણ કલમમાં કેસ દાખલ કર્યો, જે આ રીતે છે…

1. IPC ની કલમ 376(2) (j): આ કિસ્સામાં કેસ નોંધવામાં આવે છે જ્યારે સગીર સાથે જાતીય સતામણી તેના શરીરને નુકસાન પહોંચાડે છે.

2. POCSO અધિનિયમની કલમ 5(1): આ કલમ હેઠળ શાળા અથવા સમૂહના સ્થળે સગીર સાથે જાતીય હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવે છે.

3. POCSO અધિનિયમની કલમ 6: સગીરનું જાતીય શોષણ કરવા બદલ દોષિત ઠરનારને 10 વર્ષ સુધી અથવા આજીવન સુધી લંબાવવામાં આવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા થઇ શકે છે.

આ કેસમાં ટ્રાયલ કોર્ટે છોકરાને નિર્દોષ જાહેર કર્યો કારણ કે સાક્ષી ફરી ગયા હતા. આ પછી યુવતીના પરિવાર દ્વારા નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

હવે 5 વર્ષ બાદ 7 નવેમ્બરે જસ્ટિસ સૂરજ ગોવિંદરાજ અને જસ્ટિસ જી. બસવરાજની ખંડપીઠે તેના બોયફ્રેન્ડને પણ નિર્દોષ જાહેર કર્યો છે જેનું સગીર છોકરી સાથે અફેર હતું. હાઈકોર્ટે કાયદાકીય બાબતો પર સલાહ આપતી સૌથી મોટી સંસ્થા લો કમિશનને સેક્સ માટે સંમતિની ઉંમર પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીને કાયદાકીય રીતે સગીર ગણવામાં આવે છે. આ જ કારણ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્ન કાયદા દ્વારા અપરાધ છે.

એટલું જ નહીં સગીર છોકરીઓની સંમતિથી સેક્સ માણવું પણ POCSO એક્ટ 2012 હેઠળ ગુનો માનવામાં આવે છે. ઉપરાંત, બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરના લગ્ન કાયદેસર ગુનો છે. એટલું જ નહીં, બળજબરીથી આવા લગ્ન કરાવનારા લોકો પણ ગુનેગાર છે.

કારણ કે એવું માનવામાં આવે છે કે છોકરીઓ 18 વર્ષની ઉંમર પહેલા શારીરિક અને માનસિક રીતે પરિપક્વ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તે પોતાના વિશે સાચુ-ખોટું નક્કી કરી શકતી નથી.

રિયાના અને તેના બોયફ્રેન્ડ અઝહરના કેસમાં પણ છોકરીની ઉંમર 17 વર્ષની હતી, જેના કારણે તેના માતા-પિતાએ છોકરા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

 

રીયાન્ના સગીર હતી. આવી સ્થિતિમાં તેની સાથે સંબંધ રાખનાર પ્રેમી પોક્સો એક્ટ હેઠળ ગુનેગાર હતો. આમ છતાં નીચલી કોર્ટ અને પછી હાઈકોર્ટે તેને કેવી રીતે નિર્દોષ જાહેર કર્યો?

આ પ્રશ્નનો જવાબ એ ત્રણ બાબતો પરથી મળે છે, જેને ધ્યાનમાં રાખીને સંભવ છે કે અદાલતે આરોપી છોકરાને નિર્દોષ છોડી મૂક્યો….

પહેલી વાતઃ આરોપી છોકરાના વકીલે કહ્યું કે રિયાન્ના અને તેના બોયફ્રેન્ડ અઝહરે મુસ્લિમ પર્સનલ લો હેઠળ લગ્ન કર્યા હતા. આ મુજબ યુવતી તરુણાવસ્થા પછી એટલે કે પીરિયડ શરૂ થાય પછી 15 થી 16 વર્ષની ઉંમરે લગ્ન માટે લાયક બને છે.

બીજી વાત: લાઈવ લો મુજબ, આ કેસના તમામ સાક્ષીઓ ફરી ગયા છે.

ત્રીજી વાતઃ યુવતી સ્વેચ્છાએ તેના પ્રેમી સાથે ભાગીને મુસ્લિમ ધર્મ સંબંધિત કાયદાના આધારે લગ્ન કરવાનું કહ્યું.

(7:16 pm IST)