Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોણ છે સાનિયાની સૌતન?

શોએબ મલિક સાથે છુટાછેડાની વાતો વચ્ચે ભારતીય મહિલા ટેનિસ ખેલાડીએ સોશ્યલ મીડિયામાં વ્યકત કરી પોતાની પરિસ્થિતિ

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનની ક્રિકેટર શોએબ મલિકના લગ્નજીવનમાં ખટરાગ આવી ગયો છે. બન્ને છુટાછેડા લે ત્યાં સુધી વાત પહોંચી ગઇ છે.

સાનિયા અને શોએબ રમતની દુનિયાના સૌથી જાણીતાં યુગલ પૈકીનું એક છે. ૨૦૧૦માં બન્નેએ લગ્ન કર્યા હતાં. સાનિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને આ વાતને જાણે સાચી સાબિત કરી દીધી છે. તેણે લખ્યુ છે કે ભગ્નહૃદય કયાં જાય છે ખુદાને શોધવા. કેટલાક લોકો આ માટે શોએબના અફેરને જવાબદાર ગણે છે. પાકિસ્તાનના લોકો શોએબના નામને એકટ્રેસ આયશા ઉમર સાથે જોડી રહયા છે.ગયા મહિને જ બન્ને એકસાથે જોવા મળ્યા હતાં. બન્ને એક મેગેઝિનના ફોટો–શૂટમાં દેખાયા હતા, જે એક સ્વિમિંગ–પુલમાં થયુ હતું અને એના ફોટો પણ વાઇરલ થયા હતા

(3:10 pm IST)