Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રીમકોર્ટના ચુકાદાના 1045 પાનામાં 527 વાર અયોધ્યા, 417 વાર રામ અને 1492 વાર મસ્જિદ-મોસ્કનો ઉલ્લેખ

જજોએ 45 મિનિટ સુધી 1045 પાનાનો ચુકાદો વાંચ્યો :ચુકાદામાં 1062 વખત હિન્દુ લખવામાં આવ્યું

 

નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદને લઈને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે ચુકાદો જાહેર કર્યો હતો. દરમિયાન જજોએ 45 મિનિટ સુધી 1045 પાનાનો ચુકાદો વાંચ્યો હતો. ચુકાદામાં 1062 વખત હિન્દુ લખવામાં આવ્યું છે. મોસ્ક (મસ્જિદ) એવા શબ્દનો પ્રયોગ 1144 વાર કરાયો છે. તેમજ 549 વખત મુસ્લિમ અને 527 વખત અયોધ્યા લખ્યું છે. 417 વખત ભગવાન રામ (લોર્ડ રામ), બાબરી 254 વખત, 170 વાર બાબર, રામ જન્મભૂમિ 3 વખત અને રામલલાનો બે વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન ઉપર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ કરવા અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં અલગ સ્થળે પાંચ એકર જમીન ફાળવવા આદેશ કર્યો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે - અમે સર્વસમ્મતિથી ચુકાદો સંભળાવી રહ્યા છે. કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાને સ્વીકાર કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.

ચીફ જસ્ટિસે કહ્યું કે - મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવડાવી હતી. ધર્મગ્રંથોમાં માથું મારવું કોર્ટ માચે યોગ્ય નહીં ગણાય. વિવાદિત જમીન રેવન્યુ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે નોંધણી ધરાવે છે.

રામ જન્મભૂમિ સ્થળ ન્યાયિક વ્યક્તિ નથી, જ્યારે ભગવાન રામ ન્યાયિક વ્યક્તિ હોઈ શકે છે. વિવાદિત માળખું ઈસ્લામિક મૂળનું નહતું. બાબરી મસ્જિદ ખાલી જમીન પર બનાવાઈ નહતી. મસ્જિદ નીચે જે માળખું હતું તે ઈસ્લામિક નહતું.

તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખા નીચે એક મંદિર હતું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) તથ્યની ખાતરી કરી છે. પુરાતત્વ પ્રમાણોને ફક્ત એક મત ગણવો તે એએસઆઈનું અપમાન ગણાશે. જો કે એએસઆઈએ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવે તે તથ્ય રજૂ નથી કર્યું.

હિન્દુઓ સ્થળને ભગવાન રામનું જન્મસ્થળ માને છે, આટલું નહીં મુસ્લિમો પણ વિવાદિત સ્થળ વિશે આવું કહે છે. પ્રાચીન યાત્રીઓ દ્વારા લખાયેલા પુસ્તકો અને પ્રાચીન ગ્રંથો પણ વાત રજૂ કરે છે કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે. ઐતિહાસિક ઉદાહરણો ઉપરથી પણ સંકેત મળે છે કે હિન્દુઓની આસ્થા મુજબ અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે.

તોડી પાડવામાં આવેલું માળખું ભગવાન રામનું જન્મસ્થળ છે, હિન્દુઓની આસ્થા પર કોઈ વિવાદ નથી. જો કે માલિકી હકને ધર્મ તેમજ આસ્થાના આધારે સ્થાપિત કરી શકાય નહીં. કોઈ વિવાદ પર નિર્ણય કરવાનો સંકેત હોઈ શકે છે. હિન્દુઓ અંગ્રેજોના સમયથી પણ પહેલા રામ ચબૂતરા અને સિતા રસોઈની પૂજા કરતા હોવાનું જણાયું છે. રેકોર્ડમાં રહેલા પુરાવા મુજબ વિવાદિત જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો અધિકાર હતો.

1946ના ફૈઝાબાદ કોર્ટના આદેશને પડકારતી શિયા વક્ફ બોર્ડની સ્પેશ્યલ લીવ પીટિશનને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. આને રદ કરી દેવાયો છે. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો પણ રદ કરી દીધો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટમાં અધિકાર માંગ્યો હતો.

(11:39 pm IST)