Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વાવાઝાડું બુલબુલ પશ્ચિમ બંગાળ પહોંચ્યું : રાત્રે ભયાનક સ્વરૂપ લેશે

એનડીઆરએફ-એસડીઆરએફે સ્પેશિયલ કંટ્રોલ રૂમ સ્થાપિત : કોલકાતા એરપોર્ટ 12 કલાક બંધ

કોલકતા : બંગાળની ખાડીથી ઉઠેલા વાવાઝોડા બુલબુલ ઓરિસ્સાથી પ.બંગાળની તરફ આગળ વધી રહ્યું છે. બંગાળમાં આજે રાત્રે 10 વાગ્યે તેના ભયાનક રૂપ લેવાની આશંકા છે.કોલકતા એરપોર્ટને 12 કલાક માટે બંધ કરી દેવાયું છે. શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી કોલકતા એરપોર્ટ બંધ રહેશે.

    ભારતીય એરપોર્ટ ઓથોરિટી (એએઆઇ)એ કહ્યું કે વાવાઝોડા બુલબુલને જોતા સાવચેતીના પગલા લેતા કોલકતા એરપોર્ટ પર સંચાલન બંધ કરી દેવાયું છે. સરકારના એક અધિકારી અનુસાર, એરપોર્ટ પર ફ્લાઇટોનું સંચાલન શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.

   અધિકારીએ કહ્યું કે, 'વાવાઝોડાના ટકરાવા પહેલા સંચાલન બંધ કરવાનો નિર્ણય સાવચેતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જ્યારે પ.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વાવાઝોડા બુલબુલને લઇને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે, 'વાવાઝોડુ બંગાળથી પસાર થવાનું છે. અમારુ રાજ્ય તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે કોઇપણ આપાતકાલીન સ્થિતિથી નીપટવા માટે તમામ પ્રકારની તૈયારી કરી ચૂક્યા છે. એનડીઆરએફ-એસડીઆરએફે સ્પેશિયલ કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યું છે.

(10:33 pm IST)