Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યામાં કેટલી ઊંચી બનશે ભગવાન રાજા રામની પ્રતિમા, શું હશે વિશેષતા?

નવી દિલ્હી, તા.૯: આજે સુપ્રીમ કોર્ટે યોધ્યા કેસ મુદ્દે ચુકાદો આપી દીધો છે ત્યારે રામ મંદિર નિર્માણની માંગની વચ્ચે ઉત્ત્।રપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં ભગવાન રામની ૨૨૧ મીટર ઊંચી પ્રતિમા બનવવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રતિમા હાલ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે ૩૯ મીટર ઊંચી હશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઇ ૧૮૨ મીટરની છે.

ભગવાન રામની પ્રતિમાની ડિઝાઇન ફાયનલ થઇ ગયુ છે. તેને સીએમ યોગીએ પણ મંજૂરી આપી દીધી છે. મૂર્તિ અંગેની જાણકારી આપતા ઉત્ત્।ર પ્રદેશ સરકારે ટ્વિટ કર્યું હતું.

અયોધ્યામાં શ્રીરામની મૂર્તિને ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી અને તેની આસપાસ કેવુ બનશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ પ્રોજેકટમાં મૂર્તિ ઉપરાંત વિશ્રામ દ્યર, શ્રીરામની ઝૂપડી અને રામલીલા મેદાન પણ બનાવવામાં આવશે.

આ પ્રતિમાનો આધાર ૫૦ મીટરનો હશે અને આની ઉપર ૨૦ મીટર ઊંચુ છત્ર રહેશે. એટલે આ પ્રતિમાની કુલ ઊંચાઇ ૨૨૧ મીટર હશે. મૂર્તિના બેઝમાં અંદર એક ભવ્ય હોલ હશે.

(3:34 pm IST)