Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દિલ્હી વસતા શીખ સિનિયર સિટિઝનને સરકારી ખર્ચે કરતારપુરના દર્શન કરાવાશે : કેજરીવાલની જાહેરાત

દરેક સિનિયર સિટિઝન સાથે એટેન્ડન્ટ તરીકે એક યુવાનને પણ મોકલવામાં આવશે.

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હીમાં વસતા શીખ પરિવારોના સિનિયર સિટિઝનને રાજ્ય સરકાર પોતાના ખર્ચે કરતારપુરના દર્શન કરાવશે. દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી

  કરતારપુર યાત્રા પાછળ થનારો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે એવી જાહેરાત કરતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરેક સિનિયર સિટિઝન સાથે એટેન્ડન્ટ તરીકે એક યુવાનને પણ મોકલવામાં આવશે.

  મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના પ્રધાન મંડળની બેઠક બોલાવી હતી અને એ બેઠકમાં આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી હતી.

  કેજરીવાલે કહ્યું કે પાકિસ્તાનની સરકારે લાદેલી 20 ડૉલર્સની ફી પણ રાજ્ય સરકાર ચૂકવશે. ગુરૂ નાનકદેવની 550મી જયંતી પ્રસંગે આ ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું પણ કેજરીવાલે કહ્યું હતું.

(12:03 pm IST)