Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

એક જ દિવસે જન્‍મેલ કેરળની ૪ બહેનો એક જ દિવસ લગ્ન કરશે

કેરળમાં એક જ દિવસે જન્‍મેલ પ ભાઇ-બહેનોમાંથી ૪ બહેનો  એકજ દિવસે ર૬ એપ્રિલ ર૦ર૦ ને ગુરૂવારના શ્રીકૃષ્‍ણ મંદિરમાં લગ્ન કરશે.

ચારેય બહેનો (ઉથરાજા, ઉથારા, ઉથજમા, ઉથરા ) અને એમના ભાઇ ઉથરાજન નો જન્‍મ ૧૮ નવેમ્‍બર ૧૯૯પ ના રોજ થયો હતો. માતાએ કહ્યું પુત્રને હજુ આગળ વધવાનુ છે માટે તે થોડો ઇન્‍તજાર કરશે.

આમના જન્‍મ પછી  પિતાએ ઘરનુ નામ રાખ્‍યુ હતુ પંચ રત્‍નમ.

(11:43 pm IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST