Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભાજપએ ખોલ્‍યુ 11પ00 ફુટની ઉંચાઇએ કાર્યાલયઃ લેહમાં અતિ આધુનિક પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટી મથક લેહમાં અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રદેશ કાર્યાલય ખોલ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે 11,500 ફૂટની ઉંચાઇ પર બનેલા કાર્યાલયનું ગુરૂવારે બપોરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય તમામ સુવિધાઓથી સજ્જ છે અને અહીં જનસંચારના તમામ સાધનો છે. આ વીડિયો કોન્ફ્રરસિંગની સુવિધા પણ મળશે, જેથી દિલ્હી મુખ્યાલય સાથે સરળતાથી આદેશ-નિર્દેશ થઇ શકશે.

આધુનિક મીટિંગ હોલ સહિત અન્ય જરૂરી ટેક્નોલોજી સુવિધાઓ પણ છે. દિલ્હીથી પહોંચેલા રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પૂજન-અર્ચન કર્યા બાદ રીબીન કાપી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ અવસર પર લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

તમને જણાવે દઇએ કે કેંન્દ્ર સરકારે ગત પાંચ ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. સંસદમાં પણ પ્રસ્તાવ પાસ થયો હતો. તાજેતરમાં 31 ઓક્ટોબરના રોજ આ નિર્ણય લાગૂ થયા બાદ લદ્દાખ સત્તાવાર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બની ચૂક્યો છે.

આ પ્રદેશમાં ફક્ત બે જિલ્લા છે- લેહ અને કારગિલ. રાજ્યની કુલ જનસંખ્યા 2,74,289 છે, જેમાં લેહની વસ્તી 1,33,487 વસ્તી છે. 60 ટકાથી વધુ અહી બૌદ્ધ રહે છે. લદ્દાખની લોકસભા સીટ ભાજપના કબજામાં છે. ચીન અને પાકિસ્તાનની સીમાને અડીને આવેલા આ પ્રદેશમાં પાર્ટીનું લાંબા સમયથી ફોકસ છે. ભાજપનું માનવું છે કે લેહ જેવા પડકાર ભરેલા સ્થળો પર અતિઆધુનિક ઓફિસ ખુલતાં પાર્ટી કાર્યકર્તાઓને સુવિધા મળશે.

(5:20 pm IST)
  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST