Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભાજપે શિવસેનાના ધારાસભ્યોને ૫૦ કરોડની ઓફર કરી

અમારા ધારાસભ્યોને પણ ખરીદવાના પ્રયત્નો કરી રહી છે બીજેપી : કોંગ્રેસના નેતાનો દાવો

મુંબઇ,તા.૮: કોંગ્રેસ નેતાએ આરોપ મુકાયો છે. મહારાષ્ટ્રમાં પક્ષ બદલવામાં માટે વિધાયકોને ૨૫ કરોડ રૂપિયાથી માંડીને ૫૦ કરોડ સુધી આપવાની ઓફર કરવામાં આવી રહી છે તેઓએ દાવો કર્યો કે કોંગ્રેસ વિધાયકોનું પણ આ પ્રકારના પ્રસ્તાવોની સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો છે.નિવર્તમાન વિધાનસભામાં વિપક્ષના નેતાઓ કહ્યું કે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમના એક વિધાયકને પક્ષ બદલાવા માટે ૫૦ કરોડની રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસ બીજેપી પર મહારાષ્ટ્રમાં વિધાયકોની ખરીદી વેચાણ કરવાના પ્રયત્નો કરવાનો આરોપ લગાવી રહી છે કોંગ્રેસ દાવો  કર્યો કે બીજેપી શિવસેનાના વિધાયકોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે.

હવે કોંગ્રેસનો દાવો છે કે ભાજપ તેના કોંગ્રેસ વિધાયકોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે.કોંગ્રેસ નેતા નિતિન રાઉતે તેમના એક નિવેદનમાં કહ્યું છેકે તેમને એવી ખબરો મળી રહી છે કે કેટલાક કોંગ્રેસની વિધાયકોને ભાજપ તરફથી ઓફર કરવામાં આવી રહી છે.નિવર્તમાન વિધાનસભામાં વિપક્ષના નેતાએ કહ્ય્યું કે શિવસેનાએ દાવો કર્યો છે કે તેમના એક વિધાયકને પક્ષ બદલવા માટે ૫૦ કરોડની રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસ બીજેપી પર મહારાષ્ટ્રમાં વિધાયકોની ખરીદી વેચાણ કરવાના પ્રયત્નો કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે દાવો કર્યો કે બીજેપી શિવસેનાના વિધાયકોને ખરીદવા પ્રયત્ન કરી રહી છે.

(3:46 pm IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST