Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભારત 5.75 લાખ કરોડ રૂપિયા ફક્ત ભરે છે દેવાનું વ્યાજમાં:સરકારે વિકાસ માટે ગત વર્ષે વધાર્યું દેવું

નવી દિલ્હી : ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વ પર દેવાનો બોઝ લગભગ 188 ટ્રિલિયન ડોલર (188 લાખ કરોડ ડોલર)નો છે. રકમનો અંદાજો આનાથી જ લગાવી શકાય છે કે ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે જ્યારે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર આશરે 21.35 લાખ કરોડ ડોલરનો છે.

    આઇએમએફના વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ દેવાના આટલા મોટા બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેવાની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બમણાથી વધુ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો અર્થવ્યવસ્થા ધીમી પડે તો સરકારો અને વ્યક્તિઓ જોખમમાં મુકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં સમગ્ર વિશ્વ પર દેવાના બોજ લગભગ 188 ટ્રિલિયન ડોલર હતો.

    જૂનના મહીનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ ભારતના કુલ બહારના દેવા માર્ચ 2019 સુધી 543 અરબ ડોલર હતું માર્ચ 2018ના મુકાબલા બહારના દેવાની રમકમાં આશરે 13.7 અરબ ડોલરનું દેવું વધ્યું છે  GDP સાથે તુલના કરીએ તો આ રકમ 19.7 ટકા હતી.

    સરકાર કેન્દ્ર સરકાર દર વર્ષે ફક્ત દેવામાં વ્યાજ ચૂકવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગયા બજેટમાં સરકારે દેવા પરના વ્યાજની ચુકવણી માટે રૂ 5.75 લાખ કરોડ ફાળવ્યા હતા. 2019-20ના બજેટની વાત કરીએ તો સરકારે 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્‍ય રાખ્યું છે.

(11:55 am IST)