Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હજુ થોડા સમય પહેલા લગ્ન કરી સિંગાપોર ગયેલ ભારતીય મૂળના યુવાન વેલીમુરૂગન મુથિયનનું અકસ્માતે મોતઃ સાઇટ ઉપર ક્રેઇન પડતા દટાઇ જવાથી મૃત્યુ પામેલા યુવાનની પ્રેગનન્ટ પત્ની તથાઙ્ગવૃધ્ધ માતા-પિતા ઉપર વજ્રાઘાત

સિંગાપોરઃ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના યુવાન ૨૮ વર્ષીય વેલ મુરૂગન મુથિયનનું સોમવારે સાઇટ ઉપર ક્રેઇન પડતા તેની નીચે કચડાઇ જવાથી કરૂણ મોત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

છેલ્લા પાંચ વર્ષથી સિંગાપોરમાં સ્થાયી થયેલો આ યુવાન હજુ થોડા સમય પહેલા જ તામિલનાડુ સ્થિત વતનમાં આવી લગ્ન કરી પરત સિંગાપોર ગયો હતો.

ઉપરોકત અકસ્માતે તેનું મોત નિપજતા તેની પ્રેગનન્ટ પત્ની તથા વૃધ્ધ માતા-પિતા, અને નાના ભાઇ ઉપર આફત આવી પડી છે.

મૃતકનું શબ ભારત લાવવા તથા પરિવારને મદદરૂપ થવા ભેગા કરાઇ રહેલા ઓનલાઇન ફંડ દ્વારા ૫૭ હજાર સિંગાપોર ડોલર ભેગા થયા છે. પરિવારજનો મૃતકના શબની રાહ જોઇ રહ્યા છે. 

(7:46 pm IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST