Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સેનાએ દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં કેરળના તમામ જિલ્લાઓમાં એલર્ટ

વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સેનાએ સરક્રીક વિસ્તારમાં પગલાં લીધાં

 

નવી દિલ્હી : સેનાની દક્ષિણી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીએ કહ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે દેશમાં કોઈ આતંકી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું, 'અમને માહિતી મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. ગુજરાતમાં સર ક્રીક પાસેથી કેટલીક બોટો મળી આવી છે. અમે આતંકવાદી અને એન્ટિ-એલિમેન્ટ્સના દરેક ઇરાદાને નિષ્ફળ બનાવવા સાવચેતી રાખી રહ્યા છીએ.'લેફ્ટનન્ટ જનરલ સૈનીએ કહ્યું કે વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સેનાએ સરક્રીક વિસ્તારમાં પગલાં લીધાં છે

   દરમિયાન કેરળના પોલીસ મહાનિદેશક (ડીજીપી) લોકનાથ બેહેરાએ કેસમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, 'સૈન્ય દ્વારા અપાયેલી આતંકવાદી હુમલાની ચેતવણીને કારણે રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળો પર સજાગતા રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

(12:07 am IST)
  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST

  • બાબરી કેસમાં કલ્યાણસિંહ વિરુદ્ધ કોર્ટ પહોંચી સીબીઆઈ : રાજ્યપાલપદે કાર્યકાળ પૂરો થયા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા કલ્યાણસિંહ :બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કલ્યાણસિંહને સમન્સ પાઠવવા સીબીઆઈએ લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી access_time 1:03 am IST

  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST