Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

દેશના રેલવે સ્ટેશનો પર ફ્રીમાં મળે છે ઇન્ટરનેટ:ગૂગલે શરુ કરી ફ્રી વાઈ ફાઈ સુવિધા :કઈ રીતે કરશો ઉપયોગ

દેશના રેલવે સ્ટેશનો પર ફ્રીમાં ઇન્ટરનેટ મળે છે ગૂગલે દેશના 400 રેલવે સ્ટેશનમાં ફ્રી વાઇફાઇ સુવિધા શરુ કરી છે ગૂગલએ કહ્યું હતું કે તેનો ફ્રી વાઇ-ફાઇ પ્રોગ્રામ Railwire આસામના ડિબ્રુગઢમાથી શરૂ થયો છે ડીબ્રુગઢ 400ના સ્થાન પરનું રેલવે સ્ટેશન બની ગયુ છે, જ્યાં ફ્રી Wi-Fi સર્વિસ શરૂ થઇ ગઇ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે Google ભારતીય રેલવેની ટેલિકૉમ કંપની RailTel સાથે મળીને આ ફ્રી જાહેર Wi-Fi પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. રેલવેવાયર વાઇ-ફાઇ હોટસ્પોટ તે લોકોને 30 મિનિટ સુધી ફ્રી ઇન્ટરનેટ આપે છે, જે રેલવે સ્ટેશનની એક નક્કી રેન્જમાં આવે છે. ફ્રી વાઇ-ફાઇ પ્રોગ્રામમાં દરેક વ્યક્તિને 350 એમબી ડેટા આપવામાં આવે છે, જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને ડાઉનલોડિંગ પણ સામેલ છે. વાઇ-ફાઇ હોટસ્પોટ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે

    જો ફ્રી Railwire ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવો હોય તો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.? ફ્રી ઇન્ટરનેટનો લાભ લેવા જ્યારે તમે Railwire Wi-Fiસેવાની રેન્જમાં છો એટલે કે, તમારે રેલ્વે સ્ટેશનમાં હોવું જરુરી છે. હવે તમે તમારા મોબાઇલ ફોન, લેપટોપ અથવા અન્ય ઉપકરણના Wi-Fi સેટિંગ્સને ચાલુ કરો હવે નોટિફિકેશન પર ક્લિક કરો, જેનાથી Googleની રેલવાઇયર સેવાનું એક સિક્યોર્ડ વેબપેજ ખુલશે. આ પેઇઝ પર એડ આવે છે, શક્ય છે કે જ્યારે તમે આ વેબપેજ ખોલો તો એક વિડિયો એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થશે. જો તમે તમારા મોબાઇલ અથવા લેપટોપનો ઓડિયો ધીમો રાખો તો વધુ સારું.  હવે નોટિફિકેશન પર ક્લિક કરો, જેનાથી Googleની રેલવાઇયર સેવાનું એક સિક્યોર્ડ વેબપેજ ખુલશે. આ પેઇઝ પર એડ આવે છે, શક્ય છે કે જ્યારે તમે આ વેબપેજ ખોલો તો એક વિડિયો એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થશે. જો તમે તમારા મોબાઇલ અથવા લેપટોપનો ઓડિયો ધીમો રાખો તો વધુ સારું.

આ વેબપેજનાં જમણી સાઇડમાં સૌથી ઉપર આવેલ સ્ટાર્ટ બટન ક્લિક કરો. હવે તમારી પાસેથી તમારે મોબાઇલ નંબર દાખલ કરવા પડશે. તમે તમારા યોગ્ય મોબાઇલ નંબર દાખલ કરો, કારણ કે તેમાં ઓટીપી આવશે.

 OTP આવવા સાથે તમારે તે કોડને દાખલ કરવો પડશે અને કનેક્ટ પર ક્લિક કરો. જેમ તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરશો, તમારો મોબાઇલ ફ્રી વાઇફાઇ સાથે કનેક્ટ થઇ જશે અને હવે તમે તમારા મોબાઇલ પર નિઃશુલ્ક ઇન્ટરનેટનો આનંદ મેળવી શકશો.  OTP આવવા સાથે તમારે તે કોડને દાખલ કરવો પડશે અને કનેક્ટ પર ક્લિક કરો. જેમ તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરશો, તમારો મોબાઇલ ફ્રી વાઇફાઇ સાથે કનેક્ટ થઇ જશે અને હવે તમે તમારા મોબાઇલ પર નિઃશુલ્ક ઇન્ટરનેટનો આનંદ મેળવી શકશો.

 

(2:18 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST