Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીનું જવું એ ઐતિહાસિક ઘટનાઃ અડવાણી

અડવાણીએ પ્રણવ મુખર્જીનાં વખાણ કર્યા

નવી દિલ્હી તા.૯: પૂર્વ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજી સંઘના કાર્યક્રમમાં હાજર રહયા હતા. જેને લઇને ભારે વિવાદ થયો હતો. આ સ્થિતિ વચ્ચે ભાજપના વરીષ્ઠ નેતા બાલકૃષ્ણ અડવાણીએ આ પગલાને આવકાર્યુ હતું. અને વખાણ કર્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે આરએસઅસના આજીવન સ્વયંસેવક તરીકે હું જણાવી રહયો છું કે, પ્રણવ મુખરજી અને મોહન ભાગવતે એક સાથે મંચ પર આવીને અને એકબીજાના વિચારો વ્યકત કરીને પ્રશંસનીય કામ કર્યુ છે. ગુરુવારે પ્રણવ મુખરજીએ રાષ્ટ્રવાદ અને લોકશાહીની વાત કરી હતી. જે આપણા દેશ માટે એક ઐતિહાસિક પળ હતી તેમ અડવાણીએ જણાવ્યું હતું.

આરએસએસના વડા તરીકે મોહન ભાગવતના અડવાણીએ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે સંઘે સંવાદ દ્વારા દેશના વિવિધ વર્ગો સુધી પહોંચવા માટેના પોતાના પ્રયાસોને તેજ કર્યા છે. જેનાથી સોૈહાર્દ, સહિષ્ણુતા અને સહયોગનો માહોલ બનાવવામાં પણ મદદ મળશે. હું પ્રણવ મુખરજીને આમંત્રિત કરવાના મોહન ભાગવતના નિર્ણયના વખાણ કરું છું. (૧.૩)

 

(11:36 am IST)