Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

૧૩ મીએ કોંગ્રેસની ઇફતાર પાર્ટીઃ સોનિયા-રાહુલ વગેરે હાજર રહેશે

નવી દિલ્હી : ગુજરાત-કર્ણાટકની ચૂંટણીમાં નરમ હિન્દુત્વના માર્ગે ચાલનાર કોંગ્રેસ મ.પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢની ચૂંટણી પહેલા પોતાની ધર્મનિરપેક્ષ છબીને જાળવી રાખવા માટે કોંગ્રેસ ૧૩ મીએ ઇફતાર પાર્ટી આપશે જેમાં સોનિયા, રાહુલ સહિત પક્ષના નેતાઓ, મુસ્લિમો હાજર રહેશેઃ બે વર્ષથી કોંગ્રેસે ઇફતાર પાર્ટી બંધ કરી હતી પણ હવે તે ફરી શરૂ કરી છેઃ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં આ ઇફતાર પાર્ટી યોજાશે

(11:33 am IST)
  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST