Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઇન્ટિગ્રેટેડ GST ઇનપુર ક્રેડિટના ઓછા કલેમ બદલ વેપારીઓને નોટિસ મોકલવાનું શરૂ

નવીદિલ્હી, તા.૯: GSTN દ્વારા સર્જાયેલા ક્રેડિટ કલેમ્સ સામે જે બિઝનેસે વેચાણના રિટર્ન્સ કલેમ્સ ફાઇલ કરતી વખતે ઓછી ઇન્ટિગ્રેટેડ GSTઇનપુટ ટેકસ ક્રેડિટ (IGST)નો દાવો કર્યો છે એમને કરેવેરાના સતાવાળાઓએ નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે.

આ પગલાનો હેતુ એ શોધી કાઢવાનો છે કે આ મિસમેચ બિઝનેસો દ્વારા થયેલી ખરેખરી ભૂલ છે કે પછી વેરાને નિવારવા માટે આમ કરવામાં આવી કહ્યું છે એમ એક વેરા અધિકારીએ કહ્યું હતું.

મહેસુલ વિભાગ દ્વારા બિગ ડેટા એનેલિટિકસ હાથ ધરવામાં આવ્યું હતું, જેમા આધારે એવા ડીલરો અને બિઝનેીસોની યાદી તૈયાર કરવામાં આવી છે જેઓ સમરી રિટર્ન GSTR-3Bમાં એમણે પસાર કરેલી કે GSTR-2Aમાં જણાતી IGSTઇનપુર ટેકસ ક્રેડિટ કરતાં રહ્યા છે. મુંબઇ, ચેન્નઇ અને બેન્ગલોરના સંખ્યાબંધ વેપારીઓને આવી નોટિસો મોકલવામાં આવી છે એમ અધિકારીએ કહ્યું હતું.

નોટિસમાં એમ કહેવામાં આવ્યું છે કે ભુલ થઇ છે અને પછીના મહિનાઓમાં કરદાતાને ઇનપુર ક્રેડિર કલેમ કરવા કે રીફન્ડ કરવાનું જણાવવામાં આવ્યું છે. એનેલિટિકસ GSTદાખલ કર્યાના પ્રથમ નવ મહિના (જુલાઇથી માર્ચ)નું કરવામાં આવ્યું છે.

આ મિસમેચ જે GSTR-2Aમાં છે એ ક્રેડિય અપાત્ર રહેવાને કારણે હોઇ શકે છે. જોકે આ નોટિસો એવા બિઝનેસોના લાભમાં હોઇ શકે છે જેમણે ખરેખર ભૂલ કરી હોય એમ ઇવાય પાર્ટનર અભિષેક જને કહ્યું હતું.  

એન્ડ એસોસિયેટ્સ પાર્ટનર રજત મોહને કહ્યું હતું કે ક્રેડિટનો કલેઇમ ઓછો રહેવાનાં અનેક કારણ હોઇ શકે છે એમાંથી કેટલાંક કારણે સાચો હોઇ શકે, જેમ કે ઇન્વોસિસના રેકોડિગમાં વિલંબ,GSTR-1માં ભૂલ વગેરેે અન્ય કારણ બ્લેક મોર્કેટમાંથી પ્રાપ્ત કરવામાં આવતલ પુરવઠો છે, જેને પગલે મોટી કરચોરી થઇ શકે છે.

જયારે આયાતકારો દેશમાં માલ મગાવે છે ત્યારે એના પર IGST ચુકવે છે. આ ટેકસ અંતિમ વપરાશકાર દ્વારા ચૂકવવામાં આવતા GST સામે સરભર કરાય છે. એનેલિસિસ દર્શાવે છે કે મોટી કંપનીઓ આયાત પર IGST ચૂકવે છે. પરંતુ એની ક્રેડિટની દાવો નથી કરતી. એનો અર્થ એ થયો કે સ્થાનિક બજારમાં આયાતી માલનું વેચાણ બિલ વગર કરવામાં આવે છે.

(11:32 am IST)