Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ચાઈના જવા રવાના : છેલ્લા ૨ મહિનામાં શી-જીનપીંગ સાથે કરશે બીજીવાર મુલાકાત

નવી દિલ્હી: આજથી ચીનમાં બે દિવસનું શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઈજિંગ રવાના થયા છે. ચીન જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એસસીઓ સાથે ભારતના સંપર્કની એક નવી શરૂઆત થશે. તેમણે કહ્યું કે એસસીઓના પૂર્ણ સભ્ય બન્યા બાદ ગત એક વર્ષમાં આ ક્ષેત્રોમાં સંગઠન અને તેના સભ્યો સાથે અમારો સંવાદ ખાસ્સો વધ્યો છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ચિંગદાઓ શિખર સંમેલન એસસીઓ એજન્ડાને વધુ સમૃદ્ધ કરશે.

પીએમ મોદીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે એક પૂર્ણ સભ્ય તરીકે પરિષદમાં અમારી પહેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને હું રોમાંચિત છું. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કે 9 અને 10 જૂનના રોજ એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના ચિંગદાઓમાં હોઈશ. એક પૂર્ણ સભ્ય તરીકે ભારતનું આ પહેલું એસસીઓ શિખર સંમેલન હશે.

એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ સામેલ  થશે. 43 દિવસમાં પીએમ મોદી અને શી જિનપિંગની આ બીજી મુલાકાત હશે.

 

(11:11 am IST)