Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ફોરવર્ડ મેસેજને જાણવા વ્હોટ્સેપ યુઝર્સ માટે લાવ્યું ખૂબ જ ઉપયોગી ફીચર

નવી દિલ્હી તા. ૯ :  મેસિજિંગ એપ વ્હોટ્સેપ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફિચર્સ ફેક મેસેજને ટારગેટ કરવા માટે ઉતારવામાં આવ્યું છે. જેનાથી યૂઝર્સને જણાવશે કે કયો મેસેજ તેને મોકલનારે ફોરવર્ડ કર્યો છે અને કયો મેસેજ ટાઇપ કરીને મોકલવામાં આવ્યો છે.

આ નવા ફીચરને હાલમાં વ્હોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે ઉતારવામાં આવ્યું છે. આ ફીચર એપના એન્ડ્રોઇડ બી ૨.૧૮.૧૭૯ વર્ઝનમાં આપવામાં આવ્યું છે. યૂઝર્સ કોઈ મેસેજને ફોરવર્ડનું ઓપ્શન પસંદ કરીને કોઇ બીજાને મોકલશે તો મેસેજ ઉપર ‘Forwarded’ લખેલું આવી જશે. જેનાથી મેસેજ રિસીવરને આ ખબર પડી જશે કે આ મેસેજ તેને ફોરવર્ડ કરવામાં આવ્યો છે.

પરંતુ જો યૂઝર મેસેજને સામાન્ય કોપી અને પેસ્ટ કરીને અન્ય કોન્ટેકટને મોકલે છે તો કોઈ પણ પ્રકારનું ‘forwarded’ ટેગ દેખાશે નહીં. એટલે કે જે મેજેસ ફોરવર્ડ ઓપ્શન સિલેકટ કરીને મોકલવામાં આવશે માત્ર તે જ મેસેજમાં યૂઝર જાણી શકશે કે આ મેસેજ ટાઇપ નથી પણ ફોરવર્ડ કરવામાં આવ્યો છે.

વ્હોટ્સએપ એ iOS અને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે બીજું એક પ્રીડિકટ અપલોડ ફીચર પણ રાલઆઉટ કર્યું છે. આ ફીચર પ્રમાણે યૂઝર ફોટો અને વીડિયો શેરિંગ વધુ ઝડપથી કરી શકશે.

પ્રીડિકટ અપલોડ ફીચરમાં ૧૨ તસવીરોને પસંદ કરી શકાશે જે વ્હોટ્સએપના સરવર પર અપલોડ થઈ જશે. કેમેરા રોલ ખોલતાની સાથે જ પહેલા વ્હોટ્સએપ આ ૧૨ તસવીરો સિલેકટ કરશે. આ ફોટોને યૂઝર્સ દ્વારા Done ૫ર કિલક કરતાની સાથેજ સર્વર પર અપલોડ કરવામાં આવશે. સર્વર પર અપલોડ તસવીરને જયારે યૂઝર્સ તેને ડાયરેકટ શેર કરી શકશે.(૨૧.૪)

(11:40 am IST)