Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

રાહુલ વોહરાનો કોરોનાએ જીવ લીધો: છેવટ સુધી ઓક્સિજનવાળી બેડ ન મળી

મને સારી સારવાર નથી મળી, જલ્દીથી ફરી જન્મ લઇશ, હવે  હિંમત હારી ચૂક્યો છું.. ફેસબુક ઉપર લખ્યા પછી થોડી જ કલાકોમાં યુ ટ્યુબ અને ફેસબુક ઉપર લાખો પ્રશંસકો ધરાવનાર એકટર રાહુલ વોહરાનું કોરોનાથી કરુણ મૃત્યુ નીપજ્યું. પાંચ દિવસથી તેનું ઓક્સિજન લેવલ ઘટતું જતું હતું પણ ઓક્સિજનવાળી તેને બેડ મળી ન હતી. નરેન્દ્રભાઈને, દિલ્હીના સિસોદિયાને ટેગ કરીને જણાવેલ કે જો મને સારી ટ્રીટમેન્ટ મળી હોત તો બચી જાત

(11:02 pm IST)
  • સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુ ૧૦૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા : મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું છે. સૌરાષ્ટ્ર સહિત મુંબઈ સુધીના તેમના સેંકડો સેવકોમાં શોકનો માહોલ. સોમનાથમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. access_time 3:49 pm IST

  • અમદાવાદમાં વ્હેલી સવારથી વધુ એક લાઈનમાં લોકો ઉભા રહી ગયા : અમદાવાદમાં સવારે છ વાગ્યાથી કોરોનાની વેકસીન લેવા માટે આજે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોએ લાઈન લગાવી દીધી હતી. વીટીવીના અહેવાલ મુજબ વેકસીનના ડોઝ મર્યાદીત સંખ્યામાં હોવાથી લોકો સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. access_time 3:15 pm IST

  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST