Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતિયો મોટી સંખ્યામાં સુરત અને નજીકના વિસ્તારોમાંથી વતનભણી દોટ મૂકી રહ્યાં છે: ટ્રેનો વધારવા માગણી: મોટું વેઇટિંગ લિસ્ટ

સુરત: કોવિડની ગંભીર  સ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતિયો મોટી સંખ્યામાં સુરત શહેર અને નજીકના વિસ્તારોમાંથી વતનભણી જઈ રહ્યાં છે. તાપ્તી ગંગા (09045) સહિતની ટ્રેનોમાં ભારે વેઇટિંગ ચાલી રહ્યું છે, કારીગર અને મજૂર વર્ગ માટે સૌથી અનુકૂળ એવી ત્રણ સ્પે. ટ્રેનોના ફેરાઓ વધારીને સુવિધાઓ આપવામાં આવે એવી માંગ કોંગ્રેસના શંખન દ્વારા મૂકવામાં આવી છે.
બાન્દ્રા-ગાઝીપુર સિટી સ્પે. (09123), બાંદ્રા-બરૌની સ્પે. (09161) અને બાન્દ્રા-દાનપુર સુપરફાસ્ટ સ્પે. (09181) ટ્રેનો ઉત્તર ભારતીય મુસાફરો માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ રહી છે.

(4:49 pm IST)