Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ઇન્ડિયન અમેરિકન શ્રી સમીર પટેલ ડીસ્ટ્રીકટ એટર્ની બન્યા : જ્યોર્જિયા ગવર્નરે બાર્ટો ગોર્ડન કાઉન્ટીઝ માટે નિમણુંક આપી

જ્યોર્જિયા : ઇન્ડિયન અમેરિકન શ્રી સમીર પટેલ ડીસ્ટ્રીકટ એટર્ની બન્યા છે.  જ્યોર્જિયા ગવર્નરે તેઓને બાર્ટો ગોર્ડન કાઉન્ટીઝ માટે નિમણુંક આપી છે.

જ્યોર્જિયા સ્ટેટના ઉત્તર પશ્ચિમ ભાગના  ટોચનાપ્રોસિક્યુટર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે.એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે ચેરોકી જ્યુડિશિયલ સર્કિટમાં ગવર્નર  બ્રાયન કેમ્પે પટેલને બાર્ટો અને ગોર્ડન કાઉન્ટીના જિલ્લા વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.

શ્રી પટેલ  ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇન્ફર્મેશન સાયન્સ અને જનરલ મેનેજમેંટમાં સ્નાતકની ડિગ્રી અને જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી ધરાવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:37 pm IST)