Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મુંબઈના પોલીસ કોન્સ્ટેબલે વરદી પહેરી ભીખ માગવાની માંગી મંજૂરી:બે મહિનાથી પગાર નહિ અપાતા લખ્યો પત્ર

મુંબઈના એક પોલીસ કોન્સ્ટેબલે વરદી પહેરીને ભીખ મંગાવાની મંજૂરી માંગી છે તેને પત્ર લખીને ઉચ્ચ અધિકારીઓને અરજી કરીને પરમિશન માંગી છે કોન્સ્ટેબલે સંબંધિત વિભાગ પર આરોપ લગાવ્યો છે કે તેને બે મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. કોન્સ્ટેબલનું કહેવું છે કે તેણે પત્નીની સારવાર માટે રજા લીધી હતી.

 અહેવાલ મુજબ કોસ્ટેબલ દિનેશ્વર આહિરોએ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુંબઈ પોલીસ કમિશનર દત્તા પી.ને પણ પત્ર લખ્યો છે. જેમાં વરદી પહેરીને ભીખ માગવાની પરમિશન માંગી છે.

    પત્રમાં કોન્સ્ટેબલે લખ્યું છે કે, ‘મેં વર્ષે માર્ચ મહિનામાં રજા લીધી. કેમે કે પત્નીના પગમાં ફ્રેક્ચર થયું હતું. જેના કારણે હું ફરજ પર આવી શક્યો.’ જેના માટે તેના ઉપરી અધિકારીને જાણકારી આપી અને પાંચ દિવસની રજા લીધી હતી. કોન્સ્ટેબલનો આરોપ છે કે તેની રજાને કારણે તેને બે મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી.

     પત્રમાં લખ્યું છે કે, ‘બીમાર પત્નીની સારવાર માટે તેમજ મારા વૃદ્ધ માતા-પિતા અને મારી પુત્રીનું પણ ધ્યાન રાખવાનું છે. ઉપરાંત મારે લોનના હપ્તા પણ ભરવાના છે. સેલરી મળવાને કારણે ઘરનો ખર્ચ ચાલી શકતો નથી.મને સેલરીની ખૂબ જરૂર છે. મેં જ્યારે અંગે સંબંધિત વિભાગ પાસે માહિતી માંગી તો તેમણે જણાવ્યું કે સેલરી હોલ્ડ કરવામાં આવી છે. એટલા માટે હું વર્દીમાં ભીખ માંગવાની પરમિશન માંગી રહ્યો છું, કે જેથી હું ઘરનો ખર્ચ ઉઠાવી શકું.’

(12:23 am IST)