Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

જીએસટી સિસ્ટમમાં 77 પૈસાની 'હેરફેર' પણ પકડાઈ : અમદાવાદની કંપનીને ટેક્સ વિભાગે મોકલી નોટિસ

       નવી દિલ્હીઃ જીએસટી લાગુ થયા બાદ તંત્રની ચોક્કસાઈ કહો કે ગમે તે પરંતુ 77 પૈસાનું અંતર પણ પકડાઈ જવા પામ્યું છે અને અમદાવાદની એક કંપનીને ટેક્સ વિભાગે નોટિસ મોકલી તકેસ એમાઉન્ટના અંતરને સ્પષ્ટ કરવા કહ્યું છે 

  અમદાવાદ સ્થિત એક એન્જિયનરિંગ કંપનીને સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. નોટિસ કંપનીના ટેક્સ પેમેન્ટમાં  0.77999999999883585 રૂપિયાનું અંતર મળવા પર મોકલી છે. એટલે કે માત્ર 77 પૈસાનું અંતર પકડી લીધું. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કૃપયા ઓક્ટોબર-2017થી ડિસેમ્બર-2017 વચ્ચે GSTR-1 અને  GSTR-3Bના ટેક્સ અમાઉન્ટના અંતરને સ્પષ્ટ કરો

  નોટિસમાં આગળ લખવામાં આવ્યું કે રકમ  0.77999999999883585 રૂપિયા છે. પીટીઆઈના રિપોર્ટ અનુસાર જીએસટી ચુકવણીમાં આશરે 34 ટકાનો ઘટાડો આવ્યા બાદ ટેક્સ અધિકારીઓએ કંપનીઓને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે, જેનું ટેક્સ પેમેન્ટ તેના ફાઇનલ સેલ્સ રિટર્ન સાથે મળતું નથી. તે સિવાય જે કંપનીઓએ ફાઇનલ સેલ્સ રિટર્ન GSTR-1 GSTR-2Aમાંથી મળતું નથી તેને પણ સ્ક્રૂટની નોટિસ મળી છે

   GSTR-2A સેલર્સના રિટર્ન બાદ સિસ્ટમમાંથી ઓટો જનરેટ થનારા પર્ચેસ રિટર્નને કહે છે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટ તરફથી માર્ચમાં આપવામાં આવેલા એક અંદાજ પ્રમાણે 34 ટકા વ્યાપારીઓએ જુલાઈ-ડિસેમ્બર વચ્ચે શરૂઆતી રિટર્ન સમરી (GSTR-3B) ફાઇલ કરવા દરમિયાન 34,400 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે

    34 ટકા વ્યાપારીઓમાંથી GSTR-3Bના રૂપમાં સરકારી ખજાનામાં 8.16 લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરી. જ્યારે તેના GSTR-1ના ડેટા એનાલિસિસ પ્રમાણે સરકારી ખજાનામાં 8.5 લાખ કરોડ રૂપિયા આવવા જોઈતા હતા. એક્સપર્ટ પ્રમાણે જીએસટી સિસ્ટમમાં ડેટા એનાલિટિક્સે ગડબડીને પકડી અને વ્યાપારીઓને  GSTR-1 અને GSTR-3B તથા GSTR-2A અને GSTR-3B વચ્ચેના તફાવતને લઈને નોટિસ મળવાનું શરૂ થયું છે

(11:42 pm IST)