Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

યુપીના આગ્રામાં ભારે પવન ફુંકાયો :રાજસ્થાનમાં ધૌલપુરમાં ફરીથી આંધી

મેઘાલયના શિલોન્ગમાં તેજ પવન સાથે વરસાદ :હરિયાણામાં ગજ્જર જિલ્લામાં ભારે વરસાદ ચાલુ

નવી દિલ્હી :દિલ્હી સહીત સમગ્ર ઉત્તર ભારતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ઉત્તર પ્રદેશનાં આગરામાં પણ તેજ તોફાન પણ શરૂ થઇ ગયું છે. રાજસ્થાનનાં ધૌલપુરમાં ફરીથી આંધી આવી ગઇ છે. મેઘાલયનાં શિલોંગમાં તેજ પવન અને વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

પશ્ચિમી દિલ્હીમાં તેજ પવન સાથે હળવો વરસાદ શરૂ થઇ ગયો છે. હરિયાણાનાં ઝજ્જર જિલ્લામાં પણ હળવા પવન સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. અનેક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યાં જ વરસાદથી તાપમાનમાં પણ ફેરફાર થવાં લાગ્યો છે. જેને લઇને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી ગઇ છે. આ સાથે જ ભિવાનીનાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પણ પડવાનાં શરૂ થઇ ગયાં છે

(10:36 pm IST)