Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આઈઆઈટીના બે મિત્રોએ બે બેડરૂમથી કારોબાર શરૂ કર્યો

ઓનલાઈન બુક સ્ટોર તરીકે કામ શરૂ કર્યું :એમેઝોનમાં નોકરી કરતી વેળા સચિન બંસલ અને બિન્ની બંસલ વચ્ચે મિત્રતા થઇ, ૨૦૦૭માં ફ્લિપકાર્ટ સ્થાપિત

નવીદિલ્હી, તા. ૯ :દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજે વોલમાર્ટના હાથે વેચાઈ ગઈ હતી. નાણાંકીય આંકડાની દ્રષ્ટિએ જોવામાં આવે તો હાલમાં રેવન્યુનો આંકડો ઉતારચઢાવવાળો રહ્યો હતો. આઈઆઈટીમાંથી અભ્યાસ કરીને નિકળેલા સચિન બંસલ અને બિન્ની બંસલ દ્વારા ૨૦૦૭ ૧૧ વર્ષ અગાઉ આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ઓનલાઈન બુક સ્ટોર તરીકે બેંગ્લોરના કોરામંગલા વિસ્તારમાં બે બેડરુમના એપાર્ટમેન્ટમાંથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંનેએ ધીમે ધીમે આગળ વધ્યા હતા. અલબત્ત તેઓએ આજ નામથી હિસ્સેદારી ધીમે ધીમે વધારી હતી. ત્યારબાદથી એક પછી એક સફળતા મેળવી હતી. આઈઆઈટી દિલ્હીમાં એક બેચમાં આ બંને હતા. ત્યારબાદ સચિન બંસલ અને બિન્ની બંસલ મિત્રો બન્યા હતા. એમેઝોનમાં સાથે કામ કરતી વેળા તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ ફ્લિપકાર્ટની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય કરવામાં આવ્યા બાદ બંને ખુબ જ સફળરીતે આગળ વધ્યા હતા. આઈઆઈટીના બે મિત્રો બે બીએચકેની ઓફિસથી કામગીરી શરૂ કરીને કંપનીને મહાકાય ઉંચાઈ ઉપર લઇ ગયા હતા. ૨૦૦૮માં સૌથી પહેલા દિલ્હીમાં ત્યારબાદ ૨૦૦૯માં કંપનીની ઓફિસ ખુલી હતી. ફ્લિપકાર્ટ મોબાઇલ ફોન, ટેલિવિઝન સેટ, સોફા, બ્યુટી પ્રોડક્ટથી લઇને જુદી જુદી ચીજોનું વેચાણ કરે છે. એમેઝોન પણ આવી જ પ્રોડક્ટનું વેચાણ કરે છે પરંતુ ફ્લિપકાર્ટે પોતાની હિસ્સેદારી ક્યારે પણ ગુમાવી નથી. ગયા વર્ષે ભારતમાં ઇ-કોમર્સનું વેચાણ ૨૧ અબજ ડોલરની આસપાસનું રહ્યું હતું. રિસર્ચ કંપની ફોરેસ્ટર દ્વારા આ મુજબની માહિતી અપાઈ હતી.

(7:45 pm IST)