Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મેકિસકોમાં ૧૦ દિવસમાં ૬ નેતાની હત્યા

પોલિટિશિયનના મર્ડરથી ખળભળાટ

મેકિસકો તા. ૯ : મેકિસકોમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની ગોળી મારી હત્યા કરવામાં આવી. લોકલ ઓથોરિટીનું કહેવું છે કે છેલ્લા ૧૦ દિવસમાં ૬ જેટલા નેતાઓની હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ હત્યાઓ પાછળ કોઇ માફિયાઓનો હાથ હોઇ શકે છે જે જાણી જોઇને હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે.

સ્ટેટ સિકયોરિટીના પ્રવકતા રોબર્ટો અલવેરેઝ હેરેડિયાએ જણાવ્યું કે મેકિસકોના જાણીતા શહેર ગુએરેરોમાંથી ચૂંટાયેલા મેયર અબેલ મોન્ટુફર મેન્ડોઝાનો સીઉદાદ એલ્ટમિરાનો શહેર નજીકથી તેમની કારમાં મૃતદેહ મળી આવ્યો છે, અમે મૃતદેહની પુષ્ટી કરી છે, આ મૃતદેહ અબેલ મોન્ટુફરનો જ છે. અબેલ આગામી વિધાનસભાની ચૂંટણીમાં રુલિંગ ઇન્ટીટ્યૂશનલ રિવોલ્યુશનરી પાર્ટીના ઉમેદવાર હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અબેલના મૃતદેહ ગોળીઓથી છન્ની કરવામાં આવ્યો હતો. મેકિસકોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૬ પોલિટિશ્યનની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કેઙ્ગ મેકિસકોમાં ૧ જુલાઇએ જનરલ ચૂંટણી યોજાનાર છે. ડ્રગ માફિયાઓ માટે જાણીતા મેકિસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ હત્યાઓનું પ્રમાણ વધી જશે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મેકિસકોમાં અવાર નવાર ડ્રગ માફિયાઓ વચ્ચે ગેંગવોરની ઘટના સામે આવતી રહી છે, જેમાં અનેક નિર્દોષ લોકોનાં મોત થતા રહે છે.

(4:17 pm IST)