Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કોલ ડ્રોપઃ ટેલિકોમ કંપનીઓ આકરા ડોઝ માટે તૈયાર રહેઃ કરોડોની પેનલ્ટી સૂચવાઇ છે

'ટ્રાઇ' હવે આકરાપાણીએ : ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે ફરી ઘર્ષણની શકયતા

નવી દિલ્હી તા. ૯ : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી (ટીઆરએઆઈ) સર્વિસની ગુણવત્તાનાં ધોરણો નહીં જાળવવા બદલ ચોકકસ સર્કલ્સમાં ટેલિકોમ કંપનીઓને દડં ફટકારવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીઆરએઆઈ દ્રારા ઓકટોબરમાં જારી કરાયેલા કડક માપદંડને ધ્યાનમાં રાખીને પેનલ્ટી નિર્ધારીત કરાશે.

ટીઆરએઆઈના જણાવ્યા અનુસાર કંપનીઓ કોલની ગુણવત્તા માટે નિર્ધારીત બેન્ચમાર્કને સંતોષવામાં નિષ્ફળ રહી છે. ઓકટોબર અને ડિસેમ્બરમાં કોલ ડ્રોપ્સના આધારે નિયમનકર્તા દંડનાત્મક પગલાં લેવાની યોજના ધરાવે છે. એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે, 'સત્તાવાર તમામ ટેલિકોમ કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારી હતી. તેમના જવાબ આવ્યા છે સંતોષકારક જવાબ નહીં આપનારને નાણાકીય પેનલ્ટી કરવામાં આવશે.'

અન્ય એક વ્યકિતએ જણાવ્યું હતું કે, કેટલાક સર્કલ્સમાં નિર્ધારીત બેન્ચમાર્કનું પાલન નહીં કરનારી ટેલિકોમ કંપનીઓ પર આંતરીક રીતે કરોડોની પેનલ્ટી સૂચવવામાં આવી છે. સંભવિત પેનલ્ટી અથવા નાણાકિય અંકુશને કારણે ટેલિકોમ સેકટર અને ટીઆરએઆઈ વચ્ચે વધુ એક વખત ઘર્ષણની શકયતા છે.

અગાઉ ૨૦૧૫ કોલ ડ્રોપ બાબતે ટીઆરએઆઈ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. એ વખતે ટીઆરએઆઈએ કંપનીઓને દરેક કોલ ડ્રોપ માટે યુઝર્સને વળતર આપવા જણાવ્યું હતું, પણ ટેલિકોમ કંપનીઓની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે નિયમ રદ કર્યેા હતો.

(4:01 pm IST)