Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

બ્રાઝીલના રાષ્ટ્રપતિની પત્નીએ તળાવમાં ધૂબાકો માર્યો!

કૂતરાને બચાવવા પરાક્રમઃ 'ફર્સ્ટ દંપતી' ફરી ચર્ચામાં

નવી દિલ્હી તા. ૯ : બ્રાઝિલની ફર્સ્ટ લેડી એટલે કે રાષ્ટ્રપતિ મિશેલ ટેમરની પત્ની માર્સેલા ટેમર પોતાના પાલતુ ડોગીને બચાવવા માટે કેનાલમાં કૂદી પડી હતી. રાષ્ટ્રપતિ આવાસ નજીક સ્થિત તળાવમાં તેનો ડોગી પડી ગયો હતો જેને બચાવવા ખૂદ માર્સેલા ટેમર તળાવમાં કૂદી પડી હતી. જો કે સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લેડીની મજાક ઉડાવવામાં આવી રહી છે જેના કારણે ટ્વીટર પર ટ્રેન્ડિમાં રહી હતી.

૩૪ વર્ષિય બ્યૂટી કવીન માર્સેલા ટેમરનો જેક રસેલ નામનો ડોગી જે ટેરિયર નસલનો છે તે બતકની પાછળ પાછળ તળાવમાં કૂદ ગયો હતો. ઘણા સમયથી તે બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જો કે તે સફળ ન થતાં માર્સેલા ખૂદ તળાવમાં કૂદી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ૨૨ એપ્રિલની છે પરંતુ હાલમાં જ બહાર આવી છે.

ઉંમરમાં પત્નીથી ૪૦ વર્ષથી વધુ મોટા છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમર, મિશેલ ટેમર ભ્રષ્ટ્રાચારના અનેક કેસમાં તપાસનો સામનો કરી રહ્યાં છે, આથી આ કારણને ટાંકી એક સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વીટ કર્યું કે શ્નદ્બચદ્ગચ માર્સેલા દ્વારા જાનવરોનું ધ્યાન રાખવાની વાતથી આશ્ચર્ય નથી થતું, કારણ સ્પષ્ટ છે કે તેણીએ એક ચામાચિડિયા સાથે લગ્ન કર્યા છે'

(3:50 pm IST)