Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

CICનો એર-ઇન્ડિયાને આદેશઃ મોદીની વિદેશ યાત્રાનું બિલ જાહેર કરો

આ ખર્ચો લોકોના પૈસા કરવામાં આવે છે એટલા માટે લોકોને આ માહિતી જાણવાનો અધિકાર

નવી દિલ્હી તા. ૯ : કેન્દ્રિય માહિતી આયોગએ એર-ઇન્ડિયાને આદેશ કર્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનું બીલ જાહેર કરો અને માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલી આ માહિતી અરજદારને આપો. મુખ્ય માહિતી કમિશ્નરે એર-ઇન્ડિયાને આ આદેશ કર્યો છે. આ ખર્ચો લોકોના પૈસા કરવામાં આવે છે એટલા માટે લોકોને આ માહિતી જાણવાનો અધિકાર છે. વ્યાપારિક હિતોના ઓઠા નીચે આ માહિતી નકારી શકાય નહીં.

એર-ઇન્ડિયાના માહિતી અધિકારીઓએ એવી દલીલ કરી હતી કે, આ માહિતી એરલાઇન્સની વ્યાપારિસક હિતોને લગતી છે એટલા માટે આ માહિતી આપી શકાય તેમ નથી. જો કે, કેન્દ્રિય માહિતી આયોગે આ દલીલ ફગાવી દીધી હતી. બીજુ કે, વડાપ્રધાન મોદી કઇ તારીકે, કયા દેશમાં ગયા એ માહિતી કોઇ રીતે છુપાવી શકાય નહીં કારણ કે તેમની આ તમામ મુલાકાત ઓફિલીસલ હોય છે. માહિતી કમિશ્નરે એવો પણ આદેશ કર્યો કે, દરેક વિદેશ યાત્રાનું તારીખવાર બીલ જાહેર કરો અને પ્રજાના પૈસાનો હિસાબ આપો.

માહિતી અધિકારના કાયદા હેઠળ અરજદાર લોકેશ બાત્રાએ એર ઇન્ડિયા પાસે નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનું વડા પ્રધાન કાર્યાલયને બીલો મોકલ્યા હોય તેની નકલો આપવી. કેન્દ્રિય માહિતી આયોગે નોંધ્યુ કે વડાપ્રધાનની વિદેશ યાત્રાની વિગતો જાહેર કરી શકાય છે. કેમ કે આ માહિતી બહોળા પ્રમાણમાં મિડયામાં રિપોર્ટ થઇ હોય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બાત્રાએ તાજેતરમાં જ એર ઇન્ડિયા પાસેથી મોદીના વિદેશ પ્રવાસ વિશે માહિતી માંગી હતી પણ એર ઇન્ડિયાએ જણાવ્યું કે, વડા પ્રધાનના કાર્યાલયમાંથી આદેશે છે કે, આ માહિતી જાહેર કરવી નહીં.

(3:50 pm IST)