Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઇરાનમાં અમેરિકા સામે આક્રોશ

સાંસદોએ અમેરિકી ધ્વજ સળગાવ્યાઃ 'અમેરિકાનું મોત'ના સૂત્રોચ્ચાર

ઇરાનના રાજકારણીઓએ ઇરાન પાર્લામેન્ટમાં આજે યુએસના રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો. પાર્લામેન્ટમાં હાજર સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પનું 'દિમાગ કોઇ જાતના ડીલને સમજી શકવા માટે નબળું છે' તેવું પણ કહ્યું હતું. એટલું જ નહીં, સાંસદોએ 'ડેથ ટુ અમેરિકા'ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. લોમેકર્સે ધ્વજની સાથે સાથે સ્ટાર્સ અને સ્ટ્રાઇપ્ડવાળી ઇરાન ડીલની પ્રતિકાત્મક કોપી પણ સળગાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ન્યૂકિલયર ડીલમાંથી અમેરિકાને અલગ કરી દીધું છે.  અમેરિકાએ ડીલમાંથી બહાર જવાના નિર્ણય બાદ ઇરાનના પ્રેસિડન્ટ હસન રોહાનીએ યુરેનિયમની પેદાશ કોઇ પણ પ્રકારના બંધનો વગર કરશે તેવું નિવેદન આપ્યું હતું.  પાર્લામેન્ટ સ્પીકર અલી લારિજાનીએ કહ્યું કે, ટ્રમ્પ પાસે આ ડીલને સમજવાની મેન્ટલ કેપેસિટી નથી.  જો કે, ઇરાન ઓફિશિયલ્સે યુરોપ આ ડીલ અને નિર્ણય વિશે કોઇ પગલાં ઉઠાવશે તેવી આશા વ્યકત કરી હતી.  ઇરાન સાંસદોએ ન્યૂકિલયર ડીલની પ્રતિકાત્મક કોપી પણ સળગાવી હતી.

(3:08 pm IST)