Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

યુએસએ ઈરાન સાથે પરમાણુ કરાર તોડી નાખતા વૈશ્વિક ક્રૂડમાં લાલચોળ તેજી :બ્રેન્ટનો ભાવ 76,75 ડોલરે આબ્યો

રાજકોટ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સાથેની પરમાણુ સમજૂતી તોડી નાખવાની જાહેરાત કરાયા બાદ આજે વૈશ્વિક ક્રૂડના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાતા બ્રેન્ટ ક્રૂડ સાડા ત્રણની વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યું હતું. અમેરિકાએ ઈરાન પર વધુ આર્થિક પ્રતિબંધો લગાવવાના સંકોતો આપ્યા છે. જેને પગલે ક્રૂડની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

   આજે નાઈમેક્સ પર (WTI) ક્રૂડ પાછલા સેટલમેન્ટની તુલનામાં 2.3 ટકાના ઉછાળા સાથે ભાવ બેરલ દિઠ 70.67 ડોલર પર ક્વોટ થયાં હતાં.બીજી તરફ બ્રેન્ટ ક્રૂડમાં પણ ઉછાળો નોંધાતા પાછલા સેટલમેન્ટની તુલનામાં 2.5 ટકાના વધારા સાથે ભાવ બેરલ દિઠ 76.75 ડોલર પર ક્વોટ થયાં હતાં.

 

(12:29 pm IST)