Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

ત્રાસવાદીઓની યોજનાથી સુરક્ષા દળો ચિંતિત : હિઝબુલમાં સામેલ થઇ રહેલા કાશ્મીરના યુવાનો તોયબા અને જેશના વિદેશી આતંકવાદીઓ કરતા વધારે કટિબદ્ધ

નવી દિલ્હી,તા. ૯ : જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનમાં સામેલ થઇ રહેલા કાશ્મીરી યુવાનો રાજ્યમાં હિઝબુલ અને તોયબાના સક્રિય વિદેશી ત્રાસવાદીઓ કરતા વધારે કટિબદ્ધ દેખાઇ રહ્યા છે. સાથે સાથે ત્રાસવાદીઓમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો હાલમાં વધારે ખતરા ઉઠાવી રહ્યા છે. એવો પ્રવાહ પણ હાલમાં જોવા મળ્યો છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં ત્રાસવાદીઓ હવે શરણાગતિ સ્વિકાર કરવાના બદલે મોત વધારે પસંદ કરી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો વધારે આત્મઘાતી હુમલા કરી રહ્યા છે અને સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં શરણાગતિ સ્વીકાર કરવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદીઓના આ પ્રકારના વર્તનના કારણે સુરક્ષા દળો ચોક્કસપણે ચિંતિત છે. તેમણે કહ્યુ હતુ કે હિઝબુલ દ્વારા ભરતી કરવામાં આવેલા સ્થાનિક ત્રાસવાદીઓએ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે આત્મઘાતી હુમલો કર્યો હતો. પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.એ વખત સુધી આત્મઘાતી હુમલો જેશ અને તોયબાના ખાસ રીતે ટ્રેનિંગ પામેલા વિદેશી ત્રાસવાદીઓ દ્વારા જ કરાવવામાં આવતો હતો. બીજી  ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારતા નથી. ગોળીથી મરવાનુ પસંદ કરી રહ્યા છે. સ્થાનિક ત્રાસવાદીઓ તો પોતાના પરિવારની પણ હવે સાંભળતા નથી. કાશ્મીરી યુવાનો હથિયાર ઉઠાવવા માટે પોતાની નોકરીને પણ દાવ પર મુકવા માટે તૈયાર છે. ગયા વર્ષે ૨૦૩ અને આ વર્ષે હજુ સુધી ૬૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હજુ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. જે ગતિથી ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે તે ગતિથી જ નવી ભરતી પણ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે સક્રિય ત્રાસવાદીઓ કરતા આ વખતે વધારે છે. જમ્મ ુકાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોએ ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યા બાદ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની સંખ્યા ૨૦૦થી પણ ઉપર પહોંચી ગઇ છે. હજુ પણ મોટા પાયે ઓપરેશન જારી છે. હાલમાં મોટી સંખ્યા ત્રાસવાદીઓ  જુદા જુદા સંગઠનોના સક્રિય થયેલા છે.

હાલ ૩૦૦થી પણ વધુ ત્રાસવાદી સક્રિય......

મોટા પાયે ઝડપી ભરતી જારી છે

                                  નવી દિલ્હી,તા. ૯ : જમ્મુકાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ સેના અનમે સુરક્ષા દળો ચલાવી રહ્યા છે. આમાં મોટી સફળતા પણ મળી છે. ૨૦૦થી પણ વધારે ત્રાસવાદીઓ ગયા વર્ષે ફુંકી મારવામાં આવ્યા હતા અને આ વર્ષે જોરદાર કાર્યવાહી જારી રાખીને હજુ સુધી ૬૦થી વધારે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આવી સ્થિતીમાં ત્રાસવાદી પણ લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓમાં મોટા પાયે ઝડપી ભરતી કરવામાં આવી રહી છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો ઝડપથી કાશ્મીરી ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થઇ રહ્યા છે. જે રીતે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તેના કરતા વધારે ઝડપથી ભરતી કરવામાં આવી છે. ગયા વર્ષે સક્રિય ત્રાસવાદીઓની સંખ્યા ૧૫૦-૨૦૦ હતી જે હવે ૩૦૦ સુધી પહોંચી ગઇ છે. જમ્મુ કાશ્મીરમાં હિંસાની ગતિવિધીને જારી રાખવા ત્રાસવાદીઓ સક્રિય છે.

(12:21 pm IST)