Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કેન્દ્ર સરકાર ICICI વિવાદથી દૂર રહેશેઃ તપાસ પર નજર

હાલ ચાલી રહેલી તપાસમાં ગેરરીતિ પુરવાર થશે તો યોગ્ય પગલાં લેવાની તૈયારી

નવી દિલ્હી, તા.૯: ICICI બેન્કનાં CEO ચંદા કોચર સામેના આરોપોની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી સરકાર સમગ્ર વિવાદથી દૂર રહેવાની નીતિ અપનાવશે. એટલે જ ICICI બેન્કના બોર્ડમાં સરકારના નોમિની લોકરંજને બીજા દિવસે પણ બેઠકમાં ભાગ લીધો ન હતો. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છીએ. વિવિધ તપાસ એજન્સી કોઈ ગેરરીતિ થઈ હોવાનું જણાવશે તો અમે નિષ્ક્રિય નહીં રહીએ. તેમ ઇકોનોમિક ટાઇમ્સ નોંધે છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ હજુ ચાલુ છે ત્યારે બેઠકમાં સરકારના પ્રતિનિધિએ હાજરી આપી હોત તો તેને સરકારની મંજૂરી તરીકે જોવામાં આવી હોત. સરકારી પ્રતિનિધિ લોકરંજન ફાઇનાન્શિયલ સર્વિસિસ વિભાગમાં સંયુકત સચિવ છે. ચંદા કોચર સામે નાદાર વિડિયોકોન જૂથને ICICI બેન્ક દ્વારા અપાયેલી રૂ.૩,૨૫૦ કરોડની લોન અંગે આરોપો થયા છે. (૨૩.પ)

 

(11:51 am IST)